PM મોદીના કાફલાને રોકવાના મામલે મોટી કાર્યવાહી, પંજાબમાં 150 અજાણ્યા લોકો પર FIR દાખલ

|

Jan 07, 2022 | 9:06 PM

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તે પીએમની સુરક્ષામાં ખામીની તપાસ કરશે.

PM મોદીના કાફલાને રોકવાના મામલે મોટી કાર્યવાહી, પંજાબમાં 150 અજાણ્યા લોકો પર FIR દાખલ
PM Modi's convoy stuck on the flyover

Follow us on

પંજાબ (Punjab) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવા (Prime Minister Narendra Modi in Punjab) ના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 150 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ FIR પંજાબના ફિરોઝપુર (Firozpur) જિલ્લાના કુલગારી પોલીસ સ્ટેશન (Kulgari Police Station) માં નોંધવામાં આવી છે. માહિતી અનુસાર, 6 જાન્યુઆરીએ પોલીસે IPC કલમ 283 હેઠળ 150 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

ભટિંડાના SSPની કરવામાં આવી હતી પૂછપરછ
આ પહેલા ગૃહ મંત્રાલયની ટીમે ભટિંડાના એસએસપીની પૂછપરછ કરી હતી (The Ministry of Home Affairs had questioned the SSP of Bathinda) ગૃહ મંત્રાલય વતી એસએસપીને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી. એસએસપી પાસેથી શું પૂછપરછ કરવામાં આવી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તે પીએમની સુરક્ષામાં ખામીની તપાસ કરશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ રાજ્યના પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય સહિત એક ડઝનથી વધુ વરિષ્ઠ અધિકારીઓને ફિરોઝપુર બોલાવ્યા છે. જે અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે તેમાં ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) જી નાગેશ્વર રાવ, એડીજીપી જિતેન્દ્ર જૈન, પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) પટિયાલા મુખવિંદર સિંહ ચિન્ના, ફિરોઝપુરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈન્દરબીર સિંહ, ફરીદકોટ ડીઆઈજી સુરજીત સિંહનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ ઉપરાંત ફિરોઝપુરના ડેપ્યુટી કમિશનર દવિંદર સિંહ, ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) હરમનદીપ હંસ, મોગાના એસએસપી ચરણજીત સિંહ સોહલ, કોટકપુરા ડ્યુટી મેજિસ્ટ્રેટ વરિન્દર સિંહ, લુધિયાણાના જોઈન્ટ કમિશનર અંકુર મહેન્દ્રુ, ભટિંડાના ડેપ્યુટી કમિશનર એએસપી સંધુ, ભટિંડાના એસએસપી અજય દમલુજા અને ફિરોઝપુરના વીવીઆઈપી કંટ્રોલ રૂમના ઈન્ચાર્જનું નામ પણ સામેલ છે.

 

આ પણ વાંચો: RSS ના નાગપુર હેડક્વાર્ટર પર હુમલાની શક્યતા, જૈશ-એ-મોહમ્મદના આતંકીએ કરી રેકી, પ્રજાસત્તાક દિવસ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ હુમલાની આશંકા

આ પણ વાંચો: ઓક્સીજન ઇન્ફ્રાસ્ટ્રકચરની તૈયારીઓને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કરી સમીક્ષા, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કરી આ વાત

Next Article