મહારાષ્ટ્ર: સચિન વાજેના નજીકના સહયોગી રિયાજ કાજીની NIAએ કરી ધરપકડ

|

Apr 11, 2021 | 7:48 PM

સચિન વાજે (Sachin Waje)ના સહયોગી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રિયાજુદ્દીન કાજી (Riaz Qazi)ને NIAએ અરેસ્ટ કરી લીધો છે.

મહારાષ્ટ્ર: સચિન વાજેના નજીકના સહયોગી રિયાજ કાજીની NIAએ કરી ધરપકડ

Follow us on

સચિન વાજે (Sachin Waje)ના સહયોગી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રિયાજુદ્દીન કાજી (Riaz Qazi)ને NIAએ અરેસ્ટ કરી લીધો છે. જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકથી ભરેલી કાર અને તે કારના માલિક મનસુખ હિરેનની હત્યા પ્રકરણમાં આ સચિન વાજે બાદ બીજી ધરપકડ છે. રિયાજ કાજીની NIAએ ઘણી વખત પૂછપરછ કરી છે. સચિન વાજેની ધરપકડ બાદ રિયાજ કાજી NIAની રડાર પર હતો.

 

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

એવી જાણકારી સામે આવી છે કે રિયાજ કાજીને NIAએ ષડયંત્રમાં સામેલ થવા અને પૂરાવા છૂપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવવાના આધાર પર ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે રિયાજુદ્દીન કાજી સરકારી સાક્ષી બનવા ઈચ્છી રહ્યો છે, ત્યારે હવે NIAએ તેની ધરપકડ કરી લીધી છે.

 

કોણ છે રિયાજુદ્દીન કાજી? 

રિયાજુદ્દીન કાજી 2010ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર બેચના પોલીસ અધિકારી છે. કાજી 2010ના 102માં બેચ અધિકારી છે. કાજીનું પ્રથમ પોસ્ટિંગ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બીજુ પોસ્ટિંગ એન્ટી ચેન સ્નેચિંગ વિભાગમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની પોસ્ટિંગ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે થઈ અને તે મુંબઈ ક્રાઈમ બ્રાંચના CIU યૂનિટમાં આવી ગયા.

 

સચિન વાજેના સૌથી નજીકના સહયોગી 

ગયા વર્ષે 9 જૂને સચિન વાજેએ CIUના ઈન્ચાર્જનો પદભાર સંભાળ્યો, ત્યારથી લઈ અત્યાર સુધી કાજી સચિન વાજેની સાથે જ કામ કરી રહ્યા હતા અને તેમના દરેક કામમાં સાથે હતા. વાજેના સૌથી નજીકના સહયોગી માનવામાં આવે છે. સચિન વાજે સાથે કાર્યરત રહેલા કાજી અને પ્રકાશ ઓવ્હાલથી NIA સતત પૂછપરછ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ રિયાજુદ્દીન કાજીની અને પ્રકાશ ઓવ્હાલની ટ્રાન્સફર કરવામાં આવી હતી.

 

કંગના-રીતિકથી લઈ અર્ણબ ગોસ્વામી અરેસ્ટ સુધીમાં મહત્વની ભૂમિકા 

CIU યૂનિટમાં કામ કરતાં રિયાજુદ્દીન કાજી સચિન વાજેની સાથે ઘણી મહત્વની તપાસમાં સામેલ રહ્યા. તેમાં ટીઆરપી કૌભાંડની તપાસ, ડીસી અવંતિ કાર કૌભાંડ, ફેક સોશિયલ મીડિયા ફોલોવર્સ કેસ અને કંગના-રીતિક વિવાદ સામેલ છે. ખાસ કરીને અર્ણબ ગોસ્વામીને રાયગઢ પોલીસે જે અરેસ્ટ કર્યા હતા, તેમાં સીઆઈયૂ યૂનિટે રાયગઢ પોલીસની મદદ કરી હતી, જેમાં રિયાજ કાજીએ સચિન વાજેની સાથે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

 

વિસ્ફોટકથી ભરેલી ગાડીની નંબર પ્લેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા 

મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી કાર કેસમાં જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. તે ગાડીઓની નંબર પ્લેટ વારંવાર બદલવામાં આવી હતી. NIAનો દાવો છે કે આ અલગ અલગ નંબર પ્લેટ્સને બનાવવાનું અને બદલવાનું કામ રિયાજ કાજી જ કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો: CORONA : સાપુતારા ચેકપોસ્ટ પર 200 નર્સિંગના વિદ્યાર્થીઓના એન્ટીજન ટેસ્ટ કરાયા

Next Article