Madhya Pradesh : પ્રેમી પ્રેમિકાની જૂગલબંધી, દર્દીને આપવાના ઇંજેક્શનની કરતા હતા કાળા બજારી

|

Apr 25, 2021 | 1:27 PM

મધ્ય પ્રદેશના ભોપાલમાં કોવિડ-19 સેંટર જે કે હોસ્પિટલમાંથી હવે રેમડેસિવિર ઇંજેક્શનની કાળા બજારીનો મામલો સામે આવ્યો છે.

Madhya Pradesh : પ્રેમી પ્રેમિકાની જૂગલબંધી, દર્દીને આપવાના ઇંજેક્શનની કરતા હતા કાળા બજારી
ફાઇલ ફોટો

Follow us on

મધ્ય પ્રદેશના ભોપાલમાં કોવિડ-19 સેંટર જે કે હોસ્પિટલમાંથી હવે રેમડેસિવિર ઇંજેક્શનની કાળા બજારીનો મામલો સામે આવ્યો છે. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ઇલકન છે અને ત્યાં જ કામ કરતી સ્ટાફની એક મહિલા સાથે તેના પ્રેમ સંબંધો હોવાની વાત સામે આવી છે. આ મહિલા તેને ઇંજેક્શન આપતી હતી અને આરોપી તેને કાળા બજારી કરીને વેચવાનું કામ કરતો હતો. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી પૂછતાછ કરી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો

ઘણા બધા લોકોને ઠગી ચૂક્યા છે આરોપી

તમને જણાવી દઇએ કે, કોરોનાના આ કપરા કાળમાં પણ લોકો અવસર શોધી રહ્યા છે તેવામાં હવે કોના પર ભરોસો કરવો તે મુશ્કેલ બન્યુ છે. હવે આવો જ એક મામલો ભોપાલથી સામે આવ્યો છે જે નર્સને ડૉક્ટર દર્દીને રેમડેસિવિર આપવા કહેતા તે નર્સ દર્દીને સાદુ ઇંજેક્શન લગાવીને સંતુષ્ટ કરતી અને ઇંજેક્શન ત્યા જ કામ કરી રહેલા પોતાના પ્રેમીને આપી દેતી હતી. બંને આરોપીઓ જ્યારે પણ ઇંજેક્શનની માગ આવતી ત્યારે તેને વેચી દેતા હતા. તેમણે કેટલાક લોકોને તો ઇંજેક્શન 20,000 રૂપિયામાં પણ વેચ્યુ છે. કોવિડ 19 નો વોર્ડ હોવાથી પેશન્ટના પરિજન વોર્ડમાં ન આવી શક્તા હોવાનો ફાયદો ઉઠાવતા અને ઇંજેક્શન ચોરી કરી લેતા

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જે કે હોસ્પિટલના ડૉક્ટરને પણ બ્લેકમાં આપ્યુ હતુ ઇંજેક્શન

તમને જણાવી દઇએ કે આ નર્સ અને તેના પ્રેમીએ મળીને તે જ હોસ્પિટલના એક ડૉક્ટરને પણ બ્લેકમાં ઇંજેક્શન વેંચ્યુ હતુ ત્યાર બાદ ડૉક્ટરે તેમને ઓનલાઇન પેમેન્ટ પણ કર્યુ હતુ તેના જ આધાર પર પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પણ ત્યાં જ ઓછા પગારમાં કામ કરતો હતો એટલે વધારે પૈસા કમાવાની લાલચમાં તેણે આ કામ કર્યુ હતુ. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેની પ્રેમિકા જે તે જ હોસ્પિટલમાં નોકરી કરે છે તેની સંડોવણી પણ બહાર આવી હતી. આ નર્સનું નામ શાલિની વર્મા છે. પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ આરોપીઓએ કેટલા લોકોને બ્લેકમાં ઇંજેક્શન વેંચ્યા છે તેની તપાસ પણ ચાલુ છે.

Next Article