LOVE JIHAD : વડોદરામાં લવજેહાદનો પ્રથમ કેસ નોંધાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ

|

Jun 18, 2021 | 5:24 PM

LOVE JIHAD : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયો છે. આ કાયદાના લાગુ થયાના ત્રણ દિવસની અંદર વડોદરાના ગોત્રીમાં લવજેહાદનો પ્રથમ કેસ નોંધાયો છે.

LOVE JIHAD : વડોદરામાં લવજેહાદનો પ્રથમ કેસ નોંધાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ

Follow us on

LOVE JIHAD : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયો છે. આ કાયદાના લાગુ થયાના ત્રણ દિવસની અંદર વડોદરાના ગોત્રીમાં લવજેહાદનો પ્રથમ કેસ નોંધાયો છે. એક મુસ્લિમ યુવકે ખ્રિસ્તી નામધારણ કરી હિન્દુ યુવતી સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા. અને, યુવતી સાથે નિકાહ પઢી ધર્મપરિવર્તનનું દબાણ કર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં રહેતા સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કર્યું હતું. અને, સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા બાંધી હતી. અને પોતે યુવતી સાથે લગ્ન કરશે, એવું જણાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને, આ રીતે યુવકે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. યુવાને યુવતીની જાણ બહાર યુવતીના નગ્ન ફોટા પણ પાડયા હતા.

બાદમાં યુવકે યુવતીના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. અને, આવી ધમકી આપી યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતીને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતાં મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ ફરી યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતાં ડોક્ટર પાસે ગર્ભપાત કરાવ્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આરોપી સમીર અબ્દુલ કુરેશીની ધરપકડ

 

આટલું ઓછું હોય તેમ આ ઘટના બાદ મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતીનું મુસ્લિમ નામ રાખીને બળજબરીથી નિકાહ પઢ્યા હતા. અને યુવતીનું ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું. તથા તેનાં માતા-પિતાને ગાળો આપીને મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યું હતું.

આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે.

Next Article