KUTCH : દુધઈ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો બાદ એવું તો શું બન્યું કે પોલીસ દોડતી થઇ, કોણ છે આ દેશના ગદ્દારો ?

| Edited By: | Updated on: Dec 22, 2021 | 3:03 PM

હાલ તો આ વાયરલ વીડિયોને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. અને, પોલીસ વીડિયોની ખરાઇને લઇને તપાસ આરંભી દીધી છે. તથા, આવા ગદ્દારો સાથે કડક હાથે કામ લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.

ક્ચ્છના ભચાઉ તાલુકાના દુધઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દુધઈ ગામના ઉમેદવાર રીના કોથીવાડની રેલીમાં પાકિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા છે. પોલીસે નારેબાજી કરનાર વ્યક્તિની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. વિજયી બન્યા બાદ સરઘસ કઢાયું હતું ત્યારનો આ વીડિયો હોવાનું પોલીસને માલુમ પડ્યું છે. પૂર્વ કચ્છની પોલીસ ટુકડીએ તપાસ શરૂ કરી છે. નારા લગાવનાર શખ્સની ઓળખ થયા બાદ નામજોગ ફરિયાદ દાખલ કરાશે.

હાલ તો આ વાયરલ વીડિયોને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. અને, પોલીસ વીડિયોની ખરાઇને લઇને તપાસ આરંભી દીધી છે. તથા, આવા ગદ્દારો સાથે કડક હાથે કામ લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.

કોણ છે આ દેશના ગદ્દારો ?

કચ્છ જિલ્લામાં 4 ગામનો સમન્વય ધરાવતી દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. 4200ના મતદાન ધરાવતા દુધઈ પટ્ટીના આ મહત્વના ગામે ગઈકાલે સાંજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રીનાબેન રાંઘુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેના બાદ જીતની ઉજવણી કરતા તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ પણ વાંચો : Ahmedabad: કોરોનાકાળ બાદ રક્તદાનની પ્રવૃત્તિને વેગ આપવા ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ યોજી રક્તદાન શિબિર

આ પણ વાંચો : Head clerk paper leak : અસિત વોરાના રાજીનામા સહિતની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊતર્યા ઉપવાસ પર

Published on: Dec 22, 2021 03:01 PM