દિકરો-દિકરી સમાનતાની વાતો વચ્ચે આજે પણ અનેક એવા કિસ્સા બાળકીનો ત્યજી દેવાના સામે આવે છે. અને આજે પણ આવી માનસિકતા ધરાવતા લોકો ગમે તે હદ્દ સુધી જઇ શકે છે. અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કચ્છના (Kutch) ગાંધીધામ વિસ્તારમાં કે જ્યાં એક પિતાએ (Father)જ તેની 4 માસની માસુમ બાળકીનું (Baby girl)અપહરણ કર્યુ. (Kidnapping)તેના મિત્રોની મદદથી બાળકીને મારવાના ઇરાદે સુમસામ ઝાડીઓમાં ફેંકી દીધી.
પરંતુ કહે છેને રામ રાખે તેને કોણ ચાખે તેમ 6 કલાકની શોધખોળ પછી બાળકી મળી પણ આવી. અને પિતાના નાપાક કારનામાં પોલિસે ખુલ્લા પાડ્યા. હાલ પિતા તથા તેની મદદ કરનાર બે સાગરીતો પોલિસની ગીરફ્તમાં છે. અને માસુમ બાળકી માતૃત્વની સુરક્ષામાં છે.
કંઇ રીતે ભાંડો ફુટ્યો નાટકનો?
ગઇકાલે રાત્રે ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના શાંતિદેવીએ તેના પતિ સાથે આવી પોતાની 4 માસની બાળકીના અપહરણ થઇ ગયુ હોવાની ફરીયાદ કરી હતી. 4 માસની દિકરીનુ અપહરણની ઘટનાને ગંભીર સમજી ગાંધીધામ એ ડીવીઝન પોલિસના પી.આઇ એચ.કે.હુંબલે 3 તપાસ ટીમ નિયુક્ત કરી બાળકીની શોધખોળ અને પરિવારની પુછપરછ શરૂ કરી હતી.
જેમાં પિતાની વાતો પર શંકા જતા પોલિસે તેની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી હતી. અને તેમાં પિતા રાજકરન રામઅવધ પટેલ(કુર્મી) એ તેના બે સાગરીત કમલાકાંત ગુલાબશી પટેલ(કુર્મી) તથા અંકિત હરિચંદ પટેલ(કુર્મી) ની મદદથી બાળકીનુ અપહરણ કર્યુ હોવાની કેફીયત આપી હતી. જેથી પોલિસે તાત્કાલીક અન્ય બે શખ્સોને શોધી બાળકીને સુરક્ષીત શોધી કાઢી હતી.
ખર્ચાળ બાળકીને મારવાનો પ્લાન
મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી રાજકરણને 4 સંતાનો છે તેવામાં બાળકીનો જન્મ થયા બાદ અને તે બિમાર રહેતા તેનાથી કંટાળી તેને મારવા માટે પ્લાન બનાવ્યો હતો. જેમાં તેના કુંટુબમાંજ સગા એવા બે શખ્સોએ મદદગારી કરી હતી. 5 મી રાત્રે પત્ની સાથે તે નજીકમાં જ ફરવા માટે ગયો હતો. અને ત્યાર બાદ મિત્રની મદદથી બાળકનું અપહરણ કરાવ્યુ હતુ. ત્યાર બાદ પોલિસ મથકે પણ પત્ની સાથે ગયો હતો. પરંતુ પોલિસે તપાસ કરતા તેને અપહરણ અને ત્યજી દેવાના પ્લાન માટેની વાત જણાવી હતી.
જે આધારે તેની મદદ કરનાર બે શખ્સોની ધરપકડ કરી ગાંધીધામ એ ડીવીઝન પોલિસે આર્મી કેમ્પ નજીકના બ્રીજ નીચેથી બાળકીને ગોતી લીધી હતી. અને પ્રાથમીક સારવાર બાદ હાલ માતાને બાળકીનો કબ્જો પોલિસે સોંપ્યો છે. એક સમયે જાણે કાઇ બન્યું જ ન હોય તેમ ચિંતીત રીતે પોલિસ સમક્ષ પીતા બાળકીના અપહરણ અંગેની વ્યથા રજુ કરતો હતો. પરંતુ તપાસમાં તેજ પોતાની માસુમ દિકરીનો અપહરણકર્તા નીકળ્યો.
પુર્વ કચ્છના ગાંધીધામમાં પરપ્રાન્તીય વસ્તી વધુ હોવાથી પોલિસે મામલાને ગંભીર સમજી કોઇ અન્ય અનિચ્છનીય બનાવ ન બન્ને તે માટે DYSP એમ.પી.ચૌધરી તથા ગાંધીધામ એ ડીવીઝન સ્ટાફે 3 ટીમો બનાવી મામલાની તલસ્પર્શી તપાસ કરી જેમાં હેવાન પિતા અને તેના સાગરીતોજ ભેજબાજ નિકળ્યા હાલ પોલિસે 3 ની ધરપકડ કરી માસુમને માતાના સુરક્ષીત હાથોમાં સોંપી છે.
આ પણ વાંચો : “લતાદીદી સંગીતના દેવી છે” રાજકોટના ગાયકે સ્મૃતિ મંદિર બનાવવાની કરી જાહેરાત
આ પણ વાંચો : રાજપીપલા : જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ.2.67 કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર રેન બસેરાનું ખાતમૂહુર્ત કરાયું