કચ્છમાં (Kutch) વિજ ઉત્પાદન કરતી અનેક કંપનીઓ હાલ કાર્યરત છે. અને તે કંપનીના વિજવાયરો (Vij wires)ચોરતી પણ કચ્છમાં ખેડુતોના ખેતર અને પવનચક્કીના વાયર ચોરીની મોટી સમસ્યા કચ્છમાં છે. અને સમયાંતરે આવી ટોળકી પોલિસના (police) હાથે ઝડપાઇ પણ ગઇ છે. જોકે પશ્ચિમ કચ્છ બાદ પુર્વ કચ્છમાં પણ આવી ટોળકી (accused)સક્રિય બની હતી. અને દોઢ મહિનામાંજ રાપર, સામખીયાળી અને આડેસર 3 સ્થળેથી લાખો રૂપીયાના એલ્યુમીનીયમ વાયરોની (electrical wires)ચોરી કરી પોલિસ માટે પડકાર ફેંક્યો હતો.
જોકે અંતે મોંઘા વાયરોની ચોરી કરતી ટોળકી પોલિસના હાથે લાગી ગઇ છે. ચોક્કસ બાતમીના આધારે પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાપરના ટીંડલવા ગામે ધરમશી કોલોની વાડીએ દરોડો પાડ્યા બાદ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. સ્થાનિક પોલિસને વધુ તપાસ માટે આરોપી સુપ્રત કરાશે.
ઘાસની આડમાં વાયરો છુપાવતા
મોકાનો લાભ લઇ રાપર,આડેસર અને સામખીયાળી નજીકથી ખાનગી કંપનીના ચાલી રહેલા વિજલાઇનના કામમાંથી વાયરોની ચોરી કરી આ શખ્સો નાસી જતા. અને ત્યારબાદ અલગ-અલગ વાડીઓમાં જથ્થો ઘાસની આડમાં છુપાવી નાખતા. જોકે ચોક્કસ બાતમીને આધારે પોલિસે દરોડો પાડી 9 શખ્સોને ચોરીમાં ગયેલ તમામ 12.92 લાખના ચોરીના વાયરો સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સો પૈકી 7 જેટલા શખ્સો કૌટુબિંક સંબધી થાય છે.
એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો છે. તેને ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા શખ્સોમાં ધરમશી કોલી, મેરૂ કોલી, પ્રભુ કોલી, રમેશ કોલી, હિરા કોલી, લગધીર કોલી, માવજી કોલી, ભાવેશ કોલી તથા ભાવેશ માદેવા કોલોની સમાવેશ થાય છે.
કચ્છના ભુજ,નખત્રાણા અને અન્ય વિસ્તારોમાં આવા કેબલોની ચોરી સમયાંતરે થતી રહે છે. જોકે પુર્વ કચ્છમાં પણ આવી ચોરીથી પોલિસ દોડતી થઇ હતી. જોકે દોઢ મહિનામાં 3 ચોરી બાદ ટોળકી મોંઘા વાયરો વેંચવા જાય તે પહેલા જ ઝડપાઇ ગઇ છે. અન્ય કોઇ ચોરીમાં આરોપીઓની સંડોવણી છે. નહી તે દિશામાં પોલિસ ઉંડાણ પુર્વકની તપાસ કરશે.
આ પણ વાંચો : Surat : રેલવે પાર્સલ ઓફીસ પાસેથી 10 કિલો ગાંજા સાથે બે ઓરિસ્સાવાસી પકડાયા
આ પણ વાંચો : Rajkot : ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી યુવકની આત્મહત્યા, અગાઉ ક્રિકેટર સહિત અનેક યુવકોને કરી ચૂકી છે બરબાદ
Published On - 11:01 pm, Wed, 2 February 22