Junagadh : જવેલર્સના કારખાનામાંથી 89 લાખ રૂપિયાના સોનાની ચોરી, ગણતરીના કલાકોમાં ગુનેગારોની ધરપકડ

|

Apr 25, 2021 | 5:21 PM

ચોરી કરનાર બંને શખ્સોને મહારાષ્ટ્રના નાગપુર પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

Junagadh : જવેલર્સના કારખાનામાંથી 89 લાખ રૂપિયાના સોનાની ચોરી, ગણતરીના કલાકોમાં ગુનેગારોની ધરપકડ

Follow us on

જૂનાગઢ શહેરના માંડલિયા જવેલર્સના કારખાનામાં 89 લાખ રૂપિયાના સોનાની ચોરી કરનાર બંને શખ્સોને મહારાષ્ટ્રના નાગપુર પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

જૂનાગઢ શહેરના માઢ સ્ટ્રીટમાં આવેલ માંડલીયા જવેલર્સના કારખાનામાં ગત તારીખ 19 ના રોજ એજ કારખાના માં સોનીનું કામ કરતા બે શખ્સો એ ધોળા દીવસે રૂપીયા 89 લાખના સોનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ત્યારે માંડલીયા જવેલર્સમાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ. ત્યારે માંડલીયા જવેલર્સના માલીકના જણાવ્યા અનુસાર તેના કારખાનામાં કલકત્તાના બંગાળી કારીગરો કામ કરતા હોય છે જેમાં ફીરોઝ અને સમ્રાટ નામના બંને શખ્સો છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહ્યા હતા ત્યારે ગત 19 એપ્રીલના રોજ બપોરના સમયે બંને શખ્સો કારખાનામાં ઉપરના ભાગેથી આવીને તાળું તોડીને સોનામાંથી ઘરેણાં બનાવાના તમામ ટેબલમાંથી સોનુ ચોરી કરી ને ભાગી છૂટ્યા હતા જેને પગલે કારખાનાના માલિકે સમગ્ર ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરી બંને શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે

જૂનાગઢમાં સોની વેપારીના કારખાનામાં 89 લાખ જેટલા સોનાની ચોરી થતા એસપી રવી તેજા વાસમ શેટ્ટી એ LCB સહીતની અલગ અલગ પોલીસ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ અને મોબાઈલના લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં અબ્દુલ ફીરોઝ અજીમ અને તેનો સાગરીત સમ્રાટ અજીત જે બંને શખ્સો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું બંને શખ્સોએ માંડલીયા જવેલર્સના કારખાનામાંથી કારીગરો દ્વારા બનાવામાં આવતું 1.984 કીલો ગ્રામ કાચું સોનુ જેની અંદાજીત કિંમત 90 લાખ રૂપિયા થાય છે બંને શખ્સોને મહારાષ્ટ્રના ભંડાર જીલ્લાના તુમસર ગામેથી ઝડપી લેવામાં આવ્યા હતા બંને શખ્સો પાસેથી અંદાજીત 80 લાખ રૂપિયા જેટલું સોનુ અને રોકડ કબ્જે કરી છે

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

જૂનાગઢના માંડલીયા જવેલર્સના કારખાનામાં ચોરી કરેલ બંને શખ્સોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી ને બાકી રહેલ સોનાના મુદામાલ કબ્જે કરવા વધુ પુછપરછ કરવામાં આવશે અને અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે અન્ય કોઈ ગુનામાં સામેલ છે તે દીશા વધુ તાપસ કરવામાં આવશે.

Next Article