JNU રાજદ્રોહ કેસ: કન્હૈયા કુમાર સહિત 10 લોકોને સમન્સ, 15 માર્ચે કોર્ટમાં થવું પડશે હાજર

|

Feb 16, 2021 | 3:26 PM

પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ ડો.પંકજ શર્માએ કન્હૈયા કુમાર સહિત 10 લોકો વિરુદ્ધ ચાર્જશીટની નોંધ લીધી છે. તમામ આરોપીઓને 15 માર્ચ 2021ના ​​રોજ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

JNU રાજદ્રોહ કેસ: કન્હૈયા કુમાર સહિત 10 લોકોને સમન્સ, 15 માર્ચે કોર્ટમાં થવું પડશે હાજર
કન્હૈયા કુમાર

Follow us on

જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારને દેશદ્રોહના કેસ માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. તેણે અને અન્ય 9 લોકોને 15 માર્ચે કોર્ટમાં હાજર થવું પડશે. દિલ્હી પોલીસને જેએનયુના નારાઓના કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પહેલા જ મળી હતી. પોલીસે તેમની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની વર્ષગાંઠ 9 ફેબ્રુઆરી, 2016 પર કન્હૈયા કુમારની આગેવાની હેઠળના જેએનયુ કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ ડો.પંકજ શર્માએ કન્હૈયા કુમાર સહિત 10 લોકો વિરુદ્ધ ચાર્જશીટની નોંધ લેતા કહ્યું છે કે ગયા વર્ષે 27 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસના ગૃહ વિભાગે ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી આપી હતી. ચાર્જશીટની નોંધ લેતા તમામ આરોપીઓને 15 માર્ચ 2021 ના ​​રોજ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

પોલીસની ચાર્જશીટમાં કન્હૈયા કુમાર ઉપરાંત ઉમર ખાલિદ, અનિર્બન ભટ્ટાચાર્ય, અકીબ હુસૈન, મુજીબ હુસૈન ગટ્ટુ, મુનીબ હુસૈન ગટ્ટુ, ઉમર ગુલ, રઈસ રસૂલ, બશારત અલી અને ખાલિદ બશીર ભટ્ટના નામનો સમાવેશ થાય છે. આઈપીસીની વિવિધ 8 કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું હતી ઘટના

9 ફેબ્રુઆરી, 2016 ના રોજ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેએનયુ કેમ્પસમાંથી આ સૂત્રનો વીડિયો સામે આવ્યો હતો. જેએનયુના તત્કાલીન પ્રમુખ કન્હૈયા કુમારને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે તેમની પાસે એવા ઘણા તથ્યો અને પુરાવા છે જે સાબિત કરી શકે છે કે કન્હૈયા કુમાર તેમાંથી એક હતા. તેના આધારે પોલીસે જ્યારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ત્યારે કન્હૈયા કુમારને મુખ્ય આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને રાજદ્રોહની કલમ હેઠળ તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

Next Article