Jammu-Kashmir : સેનાએ 24 કલાકમાં લીધો હુમલાનો બદલો, કાકાપોરામાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

|

Apr 02, 2021 | 3:52 PM

Jammu-Kashmir : જે આતંકવાદીઓએ સોપોરમાં નગરસેવકોની બેઠક દરમિયાન હુમલો કર્યો હતો, આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ ત્રણેય આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.

Jammu-Kashmir :  સેનાએ 24 કલાકમાં લીધો હુમલાનો બદલો, કાકાપોરામાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા
ફાઈલ ફોટો

Follow us on

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેનાએ એન્કાઉન્ટર કરી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓએ સોપોર (Sopor)માં નગરસેવકોની બેઠક દરમિયાન હુમલો કર્યો હતો, આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમાર (IG Vijay Kumar)ના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર અને અલાબદાર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા.

કાકાપોરામાં આતંકવાદીઓનું એનકાઉન્ટર
Jammu-Kashmir માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 2 અપ્રિલ શુક્રવારે સવારે સુરક્ષાદળોએ પુલવામા(Pulwama)ના કાકાપોરા(kakapora)માં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. પુલવામાના કાકાપોરા આતંકવાદીઓ હોવાના અહેવાલ સુરક્ષાદળોને મળ્યા હતા. આ વિસ્તારમાં 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ સમાચાર મળતાની સાથે જ શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ત્રણેય આતંકવાદીઓનું એન્કાઉન્ટર (Encounter)થયું હતું અને ત્રણેય આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોને આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યાં છે, હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચહાથ ધરવામાં આવ્યું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

24 કલાકમાં જ સેનાએ લીધો બદલો
સુરક્ષાદળોએ 24 કલાકમાં જ આતંકીઓએ કરેલા હુમલાનો બદલો લીધો છે. 1 એપ્રિલ ગુરૂવારે શ્રીનગર(Shrinagar)ના સોપોરમાં આતંકવાદીઓએ નગરસેવકોની બેઠક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાજપના એક નગરસેવક તેમજ એક પોલીસકર્મી મૃત્યુ પામ્યા હતા અને એક નગરસેવક ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ આ હુમલાની ઘટનાના 24 કલાકમાં જ બદલો લીધો છે અને હુમલામાં શામેલ 4 માંથી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

4 માંથી 2 આતંકવાદીઓની ઓળખ થઇ
Jammu-Kashmirના આઈજી વિજય કુમાર (IG Vijay Kumar)એ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં કુલ 3 આતંકવાદીઓ માર્યા ગયા છે, તેમણે વધુમાં કહ્યું કે ગુરૂવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હુમલાની ઘટનામાં કુલ 4 આતંકવાદીઓ શામેલ હતા. જેમાંથી 2 ની ઓળખ થઈ હતી. તેમણે કહ્યું કે ગુરૂવારે આતંકવાદીઓ સુરક્ષા દળો પાસેથી જે હથિયાર લઈ ગયા હતા તે આજના એન્કાઉન્ટર બાદ રીકવર કરવામાં આવ્યા છે. વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર અને અલાબદાર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. બાકીના આતંકવાદીઓને પકડવા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

Next Article