ગુજરાતમાં ફુલ્યો ફાલ્યો ડ્રગ્સનો વેપલો ? સુરતમાં MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

|

Nov 10, 2021 | 12:43 PM

રાજયમાં છેલ્લા એક મહિનામાં કુલ 365 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. અને, ગુજરાતના યુવાનો નશાખોરીના રસ્તે ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં દારુ, ડ્રગ્સ, ગાંજો અને ચરસનો જથ્થો અવારનવાર પકડાતો રહે છે.

સુરતની નિયોલ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો છે. પ્રવીણ બિસનોઈ નામના રાજસ્થાની શખ્સની રૂપિયા 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ છે. આ શખ્સ સરથાણા વિસ્તારમાં રહેતા જૈમીન સવાણીને ડ્રગ્સ આપવાનો હતો. જૈમીન સવાણીએ છૂટક વેચાણ માટે એમડી ડ્રગ્સ મગાવ્યું હતું. જોકે ઘટનામાં મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો છે. એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છેકે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, ગુજરાતના યુવાનો નશાખોરીના રસ્તે ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં દારુ, ડ્રગ્સ, ગાંજો અને ચરસનો જથ્થો અવારનવાર પકડાતો રહે છે. છેલ્લા 36 કલાકમાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા દેવભૂમિ દ્વારકામાં 85 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તો છોટાઉદેપુરમાં ગઇકાલે 70.86 લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. તો અમદાવાદ ગ્રામ્ય SOGએ ગઇકાલે 1.70 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે હવે આજે જ સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો રાજયનો બીજો કિસ્સો બન્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છેકે રાજયમાં છેલ્લા એક મહિનામાં કુલ 365 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. એટલે કહી શકાય કે ગુજરાતનું યુવાધન નશાખોરીના રવાડે ચડી રહ્યું છે.

 

 

આ પણ વાંચો : Virtat Kohli: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો, વિરાટ કોહલી જલ્દી થી T20 ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરશે, ટીમમાં જૂથબંધ હોવાનુ ગણાવ્યુ કારણ

આ પણ વાંચો : Bhakti: ગોપાષ્ટમીએ આ ખાસ વિધિથી કરો ગૌમાતાની પૂજા, પ્રાપ્ત થશે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા !

Published On - 12:37 pm, Wed, 10 November 21

Next Video