આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી કરતી ગેંગ ATS દ્વારા ઝડપાઈ, મ્યાનમાર અને બાંગ્લાદેશના નાગરિકોને આપતા હતા નકલી ભારતીય પાસપોર્ટ

|

Oct 27, 2021 | 5:47 PM

બનાવટી દસ્તાવેજોના આધારે મ્યાનમાર અને બાંગ્લાદેશના નાગરિકોને તેમના આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવીને માનવ તસ્કરી કરતી ગેંગના ચાર આરોપીઓની યુપી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી કરતી ગેંગ ATS દ્વારા ઝડપાઈ, મ્યાનમાર અને બાંગ્લાદેશના નાગરિકોને આપતા હતા નકલી ભારતીય પાસપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

બનાવટી દસ્તાવેજોના (Fake Documents) આધારે મ્યાનમાર અને બાંગ્લાદેશના (Bangladeshi & Myanmar Citizens) નાગરિકોને તેમના આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવીને માનવ તસ્કરી (Human Trafficking) કરતી ગેંગના ચાર આરોપીઓની યુપી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમે (UP ATS) ધરપકડ કરી છે. ATSએ મંગળવારે દીન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન પરથી 4 લોકોની ધરપકડ કરી હતી. ADG કાયદો અને વ્યવસ્થા (ADG L&O), પ્રશાંત કુમારે આ માહિતી આપી હતી.

પ્રશાંત કુમારે કહ્યું કે, અમને માહિતી મળી કે એક આંતરરાષ્ટ્રીય ગેંગ માનવ તસ્કરી કરી રહી છે. તેઓ બાંગ્લાદેશી અને મ્યાનમારના નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવામાં મદદ કરે છે અને બાદમાં તેમને બનાવટી દસ્તાવેજો બનાવીને ભારતીય તરીકે રજૂ કરે છે. તેઓએ મુસ્લિમ નામો બદલીને હિન્દુ નામો કર્યા અને તેના આધારે પાસપોર્ટ જેવા દસ્તાવેજો બનાવીને ભારતીય પાસપોર્ટ પર વિદેશ મોકલ્યા અને તેમની પાસેથી મોટી રકમ વસૂલ કરી.

4 લોકોમાંથી એક પશ્ચિમ બંગાળનો છે

આટલું જ નહીં, પોતાના અસલી નામ છુપાવીને આ લોકોએ હિંદુ નામના દસ્તાવેજો મેળવ્યા હતા. એડીજી કાયદો અને વ્યવસ્થા, પ્રશાંત કુમારે જણાવ્યું કે ધરપકડ કરાયેલા 4 લોકોમાંથી મિથુન નામનો એક વ્યક્તિ પશ્ચિમ બંગાળનો છે જે ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને અન્ય 3 બાંગ્લાદેશી છે. બાંગ્લાદેશીઓની ઓળખ શાઓન અહેમદ (બાંગ્લાદેશી), પિન્ટુ દાસ (બનાવટી નામ), મોમીનુર ઈસ્લામ (બાંગ્લાદેશ), રોમી પાલ (બનાવટી નામ), મહેંદી હસન (બાંગ્લાદેશી) અને બાપી રાય (બનાવટી નામ) તરીકે થઈ છે.

પાસપોર્ટ અને આધાર સહિત અનેક દસ્તાવેજો મળી આવ્યા

કુમારે કહ્યું કે, અમે 5 મોબાઈલ ફોન, 3 પાસપોર્ટ, 4 આધાર કાર્ડ, 12 એટીએમ કાર્ડ, 1 પાન કાર્ડ, મતદાર આઈડી પણ રિકવર કર્યા છે. સાથે જ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એપ્રેન્ટિસના પદ માટે ભરતી જાહેર, જાણો ભરતીની સમગ્ર વિગત

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે

Published On - 5:47 pm, Wed, 27 October 21

Next Article