Lucknow: પોતાની જ માલિકને મોતને ઘાટ ઉતારનારા કુતરા સામે પોલિસમાં ફરિયાદ, 1 કલાક સુધી લાશને ચૂંથનારા ડોગ સામે 4 એક્સપર્ટ કરશે રિસર્ચ

લખનૌમાં (Lucknow) 80 વર્ષીય મહિલાની હત્યા કરનાર પિટબુલને મહાનગરપાલિકા દ્વારા કબજે કરવામાં આવ્યો છે. તેને સ્પેશિયલ પાંજરામાં રાખવામાં આવ્યો છે અને તેના સ્વભાવ પર રિસર્ચ કરવા માટે ચાર લોકોની ટીમ બનાવવામાં આવી છે.

Lucknow: પોતાની જ માલિકને મોતને ઘાટ ઉતારનારા કુતરા સામે પોલિસમાં ફરિયાદ, 1 કલાક સુધી લાશને ચૂંથનારા ડોગ સામે 4 એક્સપર્ટ કરશે રિસર્ચ
lucknow-dog-attack
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:27 PM

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) પિટબુલના હુમલામાં 80 વર્ષીય મહિલાના મોતનો કેસ સામે આવ્યો છે. આ કેસે જોર પકડ્યું છે. વહેલી સવારે લખનૌ મહાનગરપાલિકા પણ એક્ટિવ થઈ ગયું અને આજે પીટબુલને કબજે કરવામાં આવ્યો છે. હવે પીટબુલને મહાનગરપાલિકાના એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે. આ સાથે પીટબુલનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવ્યું છે. ગુરુવારે વહેલી સવારે લખનૌના બંગાળી ટોલા વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી. આ પછી પીટબુલને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી. માલિક અમિતે પીટબુલનો ચહેરો ઢાંકી દીધો અને તેને મહાનગરપાલિકાની ગાડી સુધી પહોંચાડવામાં આવ્યો. આ પછી તેને મહાનગરપાલિકાના એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં લાવવામાં આવ્યો અને સ્પેશિયલ પાંજરામાં રાખવામાં આવ્યો છે.

લખનૌ મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે અમે પિટબુલનું લાયસન્સ રદ કરીને તેને કબજે કરી લીધો છે અને તેને સ્પેશિયલ પાંજરામાં રાખવામાં આવ્યો છે, સાથે જ તેના સ્વભાવ પર રિસર્ચ કરવા માટે ચાર લોકોની પેનલ પણ બનાવવામાં આવી છે. જે એ જાણવાની કોશિશ કરશે કે પિટબુલે પોતાની માલકિનને કેમ મારી નાખી.

પિટબુલના હુમલામાં તેની માલકિન 80 વર્ષીય સુશીલાના મોત બાદ લોકો ગભરાય ગયા હતા. ગઈકાલે આજતક સાથે વાતચીત કરતા મૃતક સુશીલાના પાડોશી નલિનીએ કહ્યું હતું કે પીટબુલ હુમલાની ઘટના એટલી ખતરનાક છે કે હવે અમને લોકોને ડર લાગે છે, અમે ગભરાટમાં જીવી રહ્યાં છીએ, અમે માંગ કરીએ છીએ કે મહાનગરપાલિકા પગલાં લે.

આ પણ વાંચો

શું છે સમગ્ર મામલો

લખનૌના બંગાળી ટોલાની રહેવાસી સુશીલા ત્રિપાઠી પર તેના જ પિટબુલ ‘બ્રાઉની’એ મંગળવારે સવારે હુમલો કર્યો હતો. દરરોજની જેમ રિટાયર શિક્ષિકા સુશીલા ત્રિપાઠી તેના પિટબુલ ‘બ્રાઉની’ અને લેબ્રાડોર સાથે ફરવા ગયા હતા. આ દરમિયાન પીટબુલે અચાનક સુશીલા ત્રિપાઠી પર હુમલો કર્યો હતો.

પિટબુલે જોર લગાવીને સુશીલા ત્રિપાઠી પર હુમલો કર્યો અને શરીર પર ઘણી જગ્યાઓને કાપી નાખી હતી. પાડોશીઓનું કહેવું છે કે હુમલા બાદ પીટબુલ મહિલાનું માંસ ખાઈ રહ્યો હતો. એક પાડોશીએ કહ્યું, ‘જ્યારે તે ચીસો સાંભળીને બહાર આવ્યો ત્યારે જોયું કે પિટબુલે સુશીલા ત્રિપાઠી પર હુમલો કર્યો અને તે લોહીથી લથપથ પડેલી હતી.’

પાડોશીએ આગળ કહ્યું, ‘સુશીલા ત્રિપાઠી ચીસો પાડી રહી હતી, અમે લોકોએ પિટબુલ પર પથ્થરમારો શરૂ કર્યો, પરંતુ તે રોકાયો નહીં અને માંસ ખાતો જ રહ્યો. અમે લગભગ એક કલાક સુધી પથ્થરમારો કરતા રહ્યા, ત્યારબાદ તે સુશીલાની બોડીને ખેંચીને અંદર લઈ ગયો. લગભગ એક કલાક સુધી વૃદ્ધ મહિલાને કૂતરો ખાતો રહ્યો.