Ahmedabad: “તું બહુ હોટ લાગે છે” કહી હાથથી કર્યો ઈશારો, આમ છેડતી કરનાર યુવકનો પીછો કરીને યુવતીએ ભણાવ્યો પાઠ

|

Apr 26, 2021 | 6:30 PM

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી વખત સવાલો ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા નીપજાવી હતી

Ahmedabad: તું બહુ હોટ લાગે છે કહી હાથથી કર્યો ઈશારો, આમ છેડતી કરનાર યુવકનો પીછો કરીને યુવતીએ ભણાવ્યો પાઠ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી વખત સવાલો ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા નીપજાવી હતી, તે ગુનાની શાહી સુકાય તે પહેલા શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પાડોશી યુવકના હવસનો ભોગ બની હતી. ત્યારે હવે સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની છે. એક કારચાલકે જાહેર રોડ પર આ યુવતીને હોટ લાગે છે, બહુ મસ્ત લાગો છો કહીને છેડતી કરી હતી. જોકે યુવતી પણ ડરી ન હતી અને કાર ચાલકનો પીછો કરી તેને પકડી પોલીસ હવાલે કર્યો.

શહેરના ગોતામાં રહેતી 22 વર્ષીય યુવતી સાંજે તેની નાની બહેન સાથે સોસાયટી નજીક આવેલી એક દુકાન ઉપર દૂધ લઈને રોડ ઉપર ચાલતા ચાલતા ઘર તરફ આવતી હતી. તે દરમિયાન રોંગ સાઈડ રસ્તા ઉપર એક કાળા કલરની ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો છોકરો આવ્યો હતો અને ગાડીનો કાચ ઉતારી આ યુવતીને ઈશારો કર્યો હતો.

આ યુવતીને કોઈ ઓળખીતું હશે તેવું લાગ્યું હતું અને જ્યારે ગાડી સામે જોયું, ત્યારે ગાડીમાં બેઠેલો છોકરો તેનો કોઈ ઓળખીતો ન હતો. આ કારમાં સવાર શખ્સે ગાડીનો કાચ ઉતારી આ યુવતીને “તું બહુ હોટ લાગે છે” તેમ કહી હાથથી ઈશારો કર્યો હતો. ત્યારબાદ તેણે “બહુ મસ્ત લાગો છો” તેમ કહ્યું, જેથી આ યુવતીએ તેના ફોનમાં ગાડીની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો અને બાદમાં ગાડીની પાછળ પાછળ આ યુવતી તેની બહેન સાથે ગઈ હતી અને તે દરમિયાન તેણે તેના ભાઈને પણ ફોન કરીને બોલાવી લીધો હતો. ગોતા તરફ પહોંચતા છેડતી કરનાર શખ્સની ગાડી પડી હતી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. બાદમાં યુવતીની છેડતી કરી ઈશારા કરનાર છોકરો તે ગાડી પાસે આવતાં જ તેને પકડી પોલીસને જાણ કરતા આરોપી હિરેન પટેલની ધરપકડ કરી હતી. શહેરમાં એક તરફ મહિલા સુરક્ષાની વાતો થઈ રહી છે અને એક બાજુ આવી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે શહેરમાં મહિલાની સુરક્ષાને સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. આવારા તત્વોમાં જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય તે રીતે કોઈને કોઈ રીતે આમ તેની હલકી માનસિકતાના દર્શન કરાવતા જ હોય છે. આવા તત્વોને બરોબરનો પાઠ ભણાવવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ મહિલા નાના કે મોટી કોઈ ઘટનાની શિકાર ન બને.

 

આ પણ વાંચો: Corona Virus: ‘માનવતાની મહેક’ 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ઓક્સિજન માટે વલખા મારતા દર્દીને આપ્યું જીવનદાન

Published On - 6:21 pm, Mon, 26 April 21

Next Article