Ahmedabad : માતા-પિતાએ શાળાએ જઈ આચાર્યને સગીરા ગુમ થઈ હોવાની જાણ કરી હતી. જેથી આચાર્યએ સગીરા રીસીપ્ટ લેવા આવશે ત્યારે જાણ કરવાનું જણાવ્યું હતું. 23મી માર્ચે શાળાના આચાર્યએ ફોન કરી સગીરા શાળામાં રીસીપ્ટ લેવા માટે આવી હોવાનુ માતાપિતાને જણાવતા માતાપિતા તરત જ સ્કૂલે પહોંચ્યા હતા.
અમદાવાદના નિકોલમાં (Nikol) 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ (RAPE) ગુજારનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અને સાત દિવસ સુધી ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો, જોકે અંતે સગીરાને માતાપિતાએ શોધી પુછપરછ કરતા તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી.
નિકોલ વિસ્તારમાં રહેતા પીન્ટુ ઉર્ફે સુલતાન તલસાણીયા નામના આ આરોપીએ 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરતા તેની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસ મથકે આ મામલે સગીરાના માતાએ નોંધાવી હતી. માતાની ફરીયાદ મુજબ 15મી માર્ચના રોજ તેઓ પોતાના પતિ સાથે બેંકમાં ગયા હતા, અને 17 વર્ષીય દીકરી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હોવાથી બોર્ડની પરીક્ષા આપતી હોવાથી ઘરે પરીક્ષાની તૈયારી કરતી હતી. બપોરનાં અઢી વાગ્યાના સુમારે મહિલાએ દીકરીને ફોન કરતાં દીકરીએ ફોન ઉપાડ્યો નહોતો, તેથી તેમણે પતિને વાત કરતાં પતિએ પણ ફોન કરતા સગીરાએ ફોન ઉપાડી પગમાં ચપ્પુ વાગ્યું છે. જેથી સારવાર માટે ખોડીયાર મંદિર દવાખાને ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી સગીરાના માતા-પિતા નિકોલમાં ખોડીયાર મંદિર ખાતેના દવાખાને જઈને તપાસ કરતા સગીરા મળી આવી ન હતી. જે બાદ સગીરાને ફોન કરતા તેનો નંબર બંધ જોવા મળ્યો હતો. જે બાદ સાંજના સમયે સગીરાએ ફોન કરી તે પોતાની મિત્રના ઘરે આવી છે તેવુ જણાવી પોતાનો ફોન બંધ કરી નાખ્યો હતો.
આ દરમિયાન સગીરાની સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષાની રીસીપ્ટ આવી હતી. અને સગીરાને પરીક્ષા આપવાની હોવાથી માતા-પિતાએ શાળાએ જઈ આચાર્યને સગીરા ગુમ થઈ હોવાની જાણ કરી હતી. જેથી આચાર્યએ સગીરા રીસીપ્ટ લેવા આવશે ત્યારે જાણ કરવાનું જણાવ્યું હતું. ૨૩મી માર્ચે શાળાના આચાર્યએ ફોન કરી સગીરા શાળામાં રીસીપ્ટ લેવા માટે આવી હોવાનુ માતાપિતાને જણાવતા માતાપિતા તરત જ સ્કૂલે પહોંચી દિકરીની પૂછપરછ કરતાં સગીરા રડવા લાગી હતી અને સમગ્ર ધટના જણાવી હતી.સગીરાએ જણાવ્યું હતું કે તેઓના ઘરે અવારનવાર આવતો પીન્ટુ ઉર્ફે સુલતાન ચંદુભાઈ ઉર્ફે રમેશ તલસાણીયા સાથે તેને મિત્રતા થઈ હતી અને 15 મી માર્ચના રોજ સુલતાને તેને ફોન કરીને પ્રેમ સંબંધ કરતો હોવાથી લગ્ન કરવા માંગતો હોવાનું જણાવીને વિશ્વાસમાં લઈને તેને પોતાની સાથે લઈ ગયો હતો..જે દરમિયાન રાત્રિના સમયે સુલતાને તેના રહેણાંક મકાન ખાતે સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અપહરણનાં બીજા દિવસે સુલતાનને કોઈ અજાણ્યા ઈસમ સાથે ઝઘડો થતા તે દરમિયાન તેના હાથ ઉપર વાગ્યું હતું. સગીરાએ યુવકને પોતાના ઘરે મૂકી જવાનું જણાવતા તેણે ધમકી આપી હતી કે તું મને છોડીને જઈશ નહિ અને જો તું જતી રહીશ તો હું તને જીવવા નહીં દઉં અને આપણા સંબંધોની જાણ બધાને કરી દઈશ. જેથી સગીરા ડરી ગઈ હતી અને સુલ્તાનનાં ઘરે રોકાઇ હતી, જે બાદ આરોપીએ અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા જોકે આ સમગ્ર મામલે સગીરાએ માતા-પિતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે આ ગુનાના આરોપી સુલતાન ની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.નિકોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ગુનાનો આરોપી સુલતાન અગાઉ પણ મારામારી પ્રોહીબીશન તેમજ અન્ય ગુનામાં પકડાયો છે અને પોતે અગાઉ અન્ય પત્ની સાથે છુટાછેડા લીધા છે જેથી આ સમગ્ર મામલે નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ પણ વાંચો : Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી
આ પણ વાંચો : Ahmedabad: એક એવી અનોખી લાયબ્રેરી કે જેમાં સાડીઓનો સંગ્રહ છે, જાણો શું છે લાયબ્રેરીનો ઉદ્દેશ