Jharkhand: ગુમલામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 15 લાખનો ઈનામી નક્સલવાદી બુદ્ધેશ્વર ઠાર મરાયો

|

Jul 15, 2021 | 2:24 PM

ઝારખંડના ગુમલા જિલ્લામાં પોલીસ ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં 15 લાખના ઈનામી નક્સલવાદી બુદ્ધેશ્વર ઉરાવ માર્યાો ગયો છે.

Jharkhand: ગુમલામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 15 લાખનો ઈનામી નક્સલવાદી બુદ્ધેશ્વર ઠાર મરાયો
ફાઈલ ફોટો

Follow us on

ઝારખંડના (Jharkhand) ગુમલા (Gumla) જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં 15 લાખના ઈનામી નક્સલવાદી બુદ્ધેશ્વર ઉરાવ માર્યાો ગયો છે. ઝારખંડ પોલીસના આઈજીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, કાર્યવાહી હજી ચાલુ છે. મહત્વનું છે કે, ગુમલાના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી IED વિસ્ફોટની ઘટનાઓ સામે આવી રહિ હતી. જેમાં કોબ્રા બટાલિયનના એક સૈનિક શહીદ થયા હતો અને ગામના લોકો માર્યા ગયા હતા.

ઝારખંડના ગુમલા જિલ્લામાં પોલીસ ટીમે મોટી સફળતા હાંસલ કરી છે અને એક એન્કાઉન્ટરમાં ભકપા માઓવાદીઓના પ્રાદેશિક કમાન્ડર બુધેશ્વર ઉરાવની હત્યા કરી છે. છેલ્લા એક મહિનાથી સીઆરપીએફ અને કોબ્રા બટાલિયન દ્વારા બુધેશ્વરની ટુકડીને નિશાન બનાવીને એક અભિયાન શરૂ કરાયું હતું.

ગુરુવારે પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે ગુમલાના કુરુમગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઓવાદી બુધેશ્વરની ટુકડી એકઠી થઈ છે. આતંકવાદીઓએ કોઈ મોટી ઘટનાને બનાવવાની યોજના બનાવ્યા બાદ સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ જ કામગીરી દરમિયાન મંગળવારે IED વિસ્ફોટમાં કોબ્રા બટાલિયન જવાન વિશ્વજીત ગંભીર રીતે ઘાયલ થયો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઓપરેશન દરમિયાન પોલીસ અને નક્સલવાદીઓ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ઘણા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એ દરમિયાન બુદ્ધેશ્વર પણ માર્યો ગયો હતો. તેની પાસેથી એકે 47 રાયફલ પણ મળી આવી હતી.

 

આ પણ વાંચો: BJPના આ સાંસદ પોતે વિમાન ઉડાવીને DMKના સાંસદ દયાનિધિ મારનને લઈ ગયા દિલ્લીથી ચેન્નઈ, જાણો આ રસપ્રદ કિસ્સો

આ પણ વાંચો: RBI એ Master Card ના નવા Debit અને Credit Card જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો , જાણો શું છે કારણ? હાલના ગ્રાહકો પર શું પડશે અસર?

 

Published On - 2:23 pm, Thu, 15 July 21

Next Article