Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર

|

Jul 01, 2021 | 2:07 PM

અબુ સાલેમને ખંડણીનાં પૈસા સમયસર ન મળ્યા તો તેણે નક્કી કર્યું કે ગુલશન કુમારને મારી નાખવો પડશે. આ માટે ત્રણ શૂટરોને રાખવામાં આવ્યા હતા અને તેણે જુહુના એક મંદિરની બહાર 12 ઓગસ્ટ 1997 ની સવારે, ગુલશનકુમારના માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.

Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર
Gulshan Kumar

Follow us on

ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં (Gulshan Kumar Murder Case) બોમ્બે હાઈકોર્ટે (Bombay HC) આજે પોતાનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે રૌફ મર્ચન્ટની સજાને યથાવત રાખી છે. જ્યારે રમેશ તૌરાનીને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટને તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તેથી જ તોરાની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજી નામંજૂર કરવામાં આવી હતી.

ગુલશન કુમાર હત્યા કેસમાં અન્ય આરોપી અબ્દુલ રાશીદને બોમ્બે હાઈકોર્ટે દોષી ઠેરવ્યો છે. અગાઉ તેને સેશન્સ કોર્ટે બરી કરી દિધો હતો. દાઉદનો માણસ અબ્દુલ રશીદને બોમ્બે હાઈકોર્ટે દોષી ઠહેરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. 12 ઓગસ્ટ, 1997 ના રોજ ગુલશન કુમાર મંદિરમાંથી ઘરે પરત ફરી રહ્યો હતા ત્યારે કેટલાક બદમાશોએ ગુલશન કુમાર પર ગોળીબાર કર્યો હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

અબ્દુલ રશીદને આજીવન કેદની સજા

ગુલશન કુમારનું મોત દરેક માટે એકદમ આઘાતજનક હતું. કોઈએ વિચાર્યું પણ ન હતું કે આટલી મોટી હસ્તીને કોઈ ખુલ્લેઆમ શૂટ કરીને ચાલી જશે. ગાયક નદીમના કહેવા પર ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રીમાં નામ ઘટવાનાં ગુસ્સા પર નદીમના મગજમાં એટલો પ્રબળ ગુસ્સો રહ્યો કે તેણે ગુલશન કુમારને મારી નાખવાનું મન બનાવી લીધું.

આ કામ માટે તેણે અન્ડરવર્લ્ડની મદદ લીધી હતી. તે દિવસોમાં બોલિવૂડ પર અન્ડરવર્લ્ડનો સીધો પ્રભાવ હતો. દાઉદ ઇબ્રાહિમ દુબઈથી પોતાનો ધંધો ચલાવતો હતો અને તે સમયે અબુ સાલેમ દાઉદનો માણસ હતો. નદીમના ફોન ગયા પછી તેણે દુબઇમાં એક બેઠક યોજી ગુલશન કુમારને ફોન કર્યો.

અબુ સાલેમ પર ન ચાલ્યો ખૂનનો કેસ

અબુ સાલેમે ગુલશન કુમારને દસ કરોડ રૂપિયાની ખંડણી એટલે કે પ્રોટેક્શન મની અને નદીમને કામ આપવાની ધમકી આપી હતી. ગુલશન કુમારે ગભરાઇને આ વાત તેમના નાના ભાઈ કિરણ કુમારને જણાવી. એવું કહેવામાં આવે છે કે તેના થોડા દિવસો પહેલા ગુલશન કુમારે દાઉદ ગેંગને એક હપ્તો આપ્યો હતા. તેઓ ફરીથી હવે તેને પૈસા આપવા માંગતા ન હતા. તેથી જ તેમણે આ ધમકી પર ચૂપ રહેવું યોગ્ય માન્યું.

જ્યારે અબુ સાલેમને આ પૈસા સમયસર ન મળ્યા તો તેણે નક્કી કર્યું કે ગુલશન કુમારને મારી નાખવો પડશે. આ માટે ત્રણ શૂટરોને રાખવામાં આવ્યા હતા અને તેણે જુહુના એક મંદિરની બહાર 12 ઓગસ્ટ 1997 ની સવારે ગોળીબાર કર્યો હતો. ગુલશન કુમાર તે વખતે ત્યાંથી પૂજા કરીને નિકળી રહ્યા હતા. ગુલશનજીનાં માથામાં ગોળી વાગી હતી, જ્યારે તેમણે બચવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય બે શૂટરોએ તેમના પર 16 ગોળી ચલાવી હતી.

જ્યારે તેમના ડ્રાઇવરે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે શૂટરોએ તેને પણ ગોળી મારી દિધી હતી. જે બાદ ગુલશન કુમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

 

 

Next Article