Gujarat Crime Record: છેલ્લાં 5 વર્ષમાં 895 કરોડની માતબર રકમનો નશીલા પદાર્થોનો જથ્થો કબ્જે કરતું નાર્કોટિક સેલ

|

Jul 20, 2021 | 7:45 AM

મરીન પોલીસ (Marin Police), કોસ્ટગાર્ડ (Cost Guard) તેમજ એટીએસ (ATS Gujarat), કચ્છ - ભૂજ પોલીસ તથા બોર્ડર રેન્જ પોલીસની મદદથી સમગ્ર નશીલા પદાર્થને ગુજરાતમાં ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.

Gujarat Crime Record:  છેલ્લાં 5 વર્ષમાં  895 કરોડની માતબર રકમનો નશીલા પદાર્થોનો જથ્થો કબ્જે કરતું  નાર્કોટિક સેલ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Gujarat Crime Record: છેલ્લાં 5 વર્ષમાં નાર્કોટિક સેલ દ્વારા કરાયેલી કામગિરી અંગે છેલ્લાં 5 વર્ષમાં નાર્કોટિક (Narcotics) સેલ દ્વારા 895 કરોડની માતબર રકમનો નશીલા પદાર્થોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ વિસ્તારમાં નશીલા પદાર્થોને ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરી અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં નશીલા પદાર્થો ઘૂસાડવા માટે સામાન્ય રીતે સરહદી વિસ્તાર કચ્છ – ભૂજ , બનાસકાંઠાનો સમાવેશ થાય છે ત્યારે મરીન પોલીસ (Marin Police), કોસ્ટગાર્ડ (Cost Guard) તેમજ એટીએસ (ATS Gujarat), કચ્છ – ભૂજ પોલીસ તથા બોર્ડર રેન્જ પોલીસની મદદથી સમગ્ર નશીલા પદાર્થને ગુજરાતમાં ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.

આગામી સમયમાં રાજ્ય પોલીસ દ્વારા નાર્કોટિક સેલના ચુનંદા પોલીસ અધિકારીઓને પણ વિશેષ જવાબદારી સોંપી અને યુવાધનને બરબાદ કરવાના આ કારસાને નિષ્ફળ બનાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ સક્રિય બન્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કેન્દ્ર સરકાર દ્વારા ડ્રગ વિરોધી ભારત અભિયાન અંતર્ગત વિવિધ સ્થળો પર કામગિરી કરી અને નશીલા પદાર્થની બદી તથા તેના નેટવર્કનો પર્દાફાશ કરવાની સુચના આપી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવા માટે નાર્કોટિક માટે વિશેષ સેલ બનાવાયો છે.

આ સેલની નોડલ એજન્સી તરીકે પસંદ કરી અને ડ્રગ્સની બદીને રોકવા માટેની વિશેષ જવાબદારી સોંપી છે જેના અંતર્ગત રાજ્યનું નાર્કોટિક સેલ હાલ માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે વિવિધ કામગિરી કરી રહ્યું છે.

છેલ્લાં 5 વર્ષમાં વિવિધ નશીલા માદક દ્રવ્યો અંગેના કેસ અને મુદ્દામાલ તથા આરીપીની વિગત

– ગાંજો ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 739 કેસમાં 983 આરોપીની રૂ. 23,09,76,027ના મુદ્દામાલ સાથે ધરપકડ
– અફીણ ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 47 કેસમાં 63 આરોપીની રૂ. 1,56,77,302ના મુદ્દામાલ સાથે ધરપકડ

– ચરસ ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 52 કેસમાં 76 આરોપીની રૂ. 12,23,00,622ના મુદ્દામાલ સાથે ધરપકડ
– હેરોઈન ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 15 કેસમાં 49 આરોપીની રૂ. 841,81,56,494ના મુદ્દામાલ સાથે ધરપકડ
– ગાંજો ઝડપાવવાના કિસ્સામાં કરાયેલા 154 કેસમાં 275 આરોપીની રૂ. 16,87,36,734ના મુદ્દામાલ સાથે ધરપકડ

નાર્કોટિકને લગતી વિવિધ ફરિયાદો અને માહિતી મળી રહે તે માટે રાજ્યના ગૃહ વિભાગે હેલ્પ લાઈન પણ સક્રિય રાખી છે જો કે આગામી સમયમાં આ બદીને વધુમાં વધુ ઝડપથી રોકી શકાય અને

પાડોશી દેશોના મલિન ઈરાદા પર પાણી ફેરવી શકાય તે માટે રાજ્ય સરકાર વધુ એક હેલ્પ લાઈન શરૂ કરવાની વિચારણાં કરી રહ્યું છે જેથી નશીલા પદાર્થોના વેચાણ, હેરાફેરી અંગેની માહિતી અને ફરિયાદ ઝડપથી મળી રહે.

આ પણ વાંચો: Gujarat: છેલ્લાં 6 માસમાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી રૂ. 1 અબજ કરતાં વધુ રકમના નશીલા દ્રવ્યો ઝડપાયાં

Next Article