Gujarat: છેલ્લાં 6 માસમાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી રૂ. 1 અબજ કરતાં વધુ રકમના નશીલા દ્રવ્યો ઝડપાયાં

સૌથી વધુ નશીલા દ્રવ્યો બનાસકાંઠામાંથી ઝડપાયા છે જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરમાંથી છેલ્લાં 3 વર્ષમાં નશીલા દ્રવ્યો ઝડપાવવાના કિસ્સા 50થી વધુ નોંધાયા છે.

Gujarat: છેલ્લાં 6 માસમાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી રૂ. 1 અબજ કરતાં વધુ રકમના નશીલા દ્રવ્યો ઝડપાયાં
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Nirmal Dave
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:09 AM

Gujarat: ડ્ર્ગ્સ (Drugs) વિરોધી ભારતના અભિયાનમાં ગુજરાતનું ગૃહ વિભાગ સક્રિયતાથી ભાગ ભજવી રહ્યું છે. સીઆઈડી ક્રાઈમ (CID)ના એનડીપીએસ (NDPS) સેલ દ્વારા વર્ષ 2021ના માત્ર છ મહિનાની અંદર જ 1 અબજથી વધુ રકમના વિવિધ નશીલા માદક દ્રવ્યો (Narcotic drugs) જપ્ત કર્યા છે.

બીજી તરફ તમામ કિસ્સામાં 251થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે નવાઈની વાત એ છે કે છેલ્લાં અઢી વર્ષમાં સૌથી વધુ નશીલા દ્રવ્યો બનાસકાંઠામાંથી ઝડપાયા છે જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરમાંથી છેલ્લાં 3 વર્ષમાં નશીલા દ્રવ્યો ઝડપાવવાના કિસ્સા 50થી વધુ નોંધાયા છે.

ગુજરાત રાજ્યએ દેશની તમામ દિશાઓ પૈકીનો એક સરહદી વિસ્તાર માનવામાં આવે છે ત્યારે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) અને ઈરાન(Iran) દ્વારા અનેકવાર ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બદી ઘૂસાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જો કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક કિસ્સાઓમાં રાજ્યના યુવાધનને બરબાદ કરી અને ગેરમાર્ગે દોરવાના આ કાવતરાંને નિષ્ફળ બનાવી પાડોશી દેશની આ ચાલને નાકામયાબ કરાઈ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

છેલ્લાં અઢી વર્ષમાં કરવામાં આવેલા મોટા કેસની વિગત અમદાવાદ શહેર – 55 બનાસકાંઠા – 59 રાજકોટ શહેર – 50 સુરત શહેર – 54 ભાવનગર – 39 રાજકોટ ગ્રામ્ય – 37 વડોદરા શહેર – 32 સુરત ગ્રામ્ય – 34 ભરૂચ – 24

પાકિસ્તાન અને ઈરાન પ્રોક્ષી વોરની મદદથી રાજ્યમાં ચરસ, ગાંજા, અફીણ, બ્રાઉન સુગર જેવા નશીલા પદાર્થોને ઘૂસાડવાના અનેક પ્રયાસોમાં નિષ્ફળ નીવડ્યું છે ત્યારે રાજ્ય પોલીસે વર્ષ 2021ના માત્ર 6 માસમાં જ અધધધ 1 અબજ કરતાં વધુની રકમનો નશીલો પદાર્થ કબ્જે કર્યો છે. આ તમામ કિસ્સામાં પોલીસે 251 કરતાં વધારે આરોપીઓની ધરપકડ કરી અને તેમને જેલ હવાલે કર્યા છે.

વર્ષ 2021માં કરાયેલા મોટા કેસની વિગત બનાસકાંઠા – 34 અમદાવાદ શહેર – 13 સુરત શહેર – 13 અમદાવાદ ગ્રામ્ય – 11

રાજકોટ શહેર – 11 ભાવનગર – 8 વડોદરા શહેર – 8 આણંદ – 7

પશ્વિમ કચ્છ – 7 રાજકોટ ગ્રામ્ય – 7 સુરત ગ્રામ્ય – 6 સુરેન્દ્રનગર – 5

મહેસાણા – 4 વડોદરા ગ્રામ્ય – 4 વલસાડ – 4

વર્ષ 2020માં કરાયેલા મોટા કેસની વિગત બનાસકાંઠા – 25 સુરત શહેર – 21 રાજકોટ શહેર – 19 પશ્વિમ કચ્છ – 16

રાજકોટ ગ્રામ્ય – 16 અમદાવાદ શહેર – 15 ભરૂચ – 14 સુરત ગ્રામ્ય – 14

આણંદ – 13 ભાવનગર – 13 અમદાવાદ ગ્રામ્ય – 10 પંચમહાલ – 10

વડોદરા શહેર – 10 પાટણ – 9 જામનગર – 8

વર્ષ 2019માં કરાયેલા કેસની વિગત અમદાવાદ શહેર – 27 પશ્વિમ રેલ્વે વડોદરા – 21 રાજકોટ શહેર – 20

સુરત શહેર – 20 ભાવનગર – 18 રાજકોટ ગ્રામ્ય – 14 વડોદરા શહેર – 14

સુરત ગ્રામ્ય – 14 બનાસકાંઠા – 13 ભરૂચ – 10 વલસાડ – 9

પશ્વિમ રેલ્વે અમદાવાદ – 8 પંચમહાલ – 8 મહેસાણા – 7 આણંદ – 6

પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવતી ગુણવત્તાયુક્ત અને સારી કામગિરી બદલ સરકાર દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવે છે. હાલ ગૃહ વિભાગનું સંપુર્ણ ધ્યાન રાજ્યમાં ઘૂસાડવામાં આવતી આ નશીલા પદાર્થોની બદી રોકવા માટેનું છે ત્યારે આગામી સમયમાં ગૃહ વિભાગ દ્વારા નાર્કોટિક માટે પણ અલાયદી અને ખાસ રીવોર્ડ પોલિસીની જાહેરાત કરવાની વિચારણાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Tokyo Olympics: ઓલિમ્પિક વિલેજની આંખો આંજી દેતી તસ્વીરો, 3600 કરોડ ખર્ચે તૈયાર થયુ છે વિલેજ, જુઓ

આ પણ વાંચો: કોરોનાકાળમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ પર માઠી અસર, એક જ વર્ષમાં GSTના 87 હજાર રજિસ્ટ્રેશન રદ્દ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">