Surat : ગ્રીષ્માનુ જાહેરમાં ગળુ કાપનાર આરોપી ફેનિલ હાઈકોર્ટના શરણે, ફાંસીની સજાને હાઈકોર્ટમાં પડકારી

|

Jun 29, 2022 | 9:20 AM

આ અગાઉ સુરતની સેશન્સ કોર્ટે (Surat Sessions court) હત્યા કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી.

Surat : ગ્રીષ્માનુ જાહેરમાં ગળુ કાપનાર આરોપી ફેનિલ હાઈકોર્ટના શરણે, ફાંસીની સજાને હાઈકોર્ટમાં પડકારી
Grishma Vekariya case

Follow us on

સુરતના (Surat)પાસોદરામાં ગ્રીષ્માની જાહેરમાં(Grishma Vekariya case)  ગળું કાપી નિર્મમ હત્યા કરનારા  આરોપી ફેનિલે(Fenil)  તેને થયેલી ફાંસીની સજાને હાઈકોર્ટમાં પડકારી છે.તેણે ટ્રાયલ કોર્ટનો હુકમ ભૂલ ભરેલો હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.મહત્વનું છે કે, અગાઉ ફાંસીની સજાના કન્ફર્મેશન માટે પણ હાઇકોર્ટમાં(Gujarat Highcourt)  અરજી થઈ ચૂકી છે.બીજી તરફ રાજ્ય સરકારે(Gujarat govt)  સજા યથાવત રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી.તમને જણાવી દઈએ કે, સુરતની સેશન્સ કોર્ટે (Surat Sessions court) હત્યા કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જાણો સમગ્ર ઘટનાક્રમ

મહત્વનું છે કે 13 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની(Grishma case)  ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું(Grishma)  ગળુ કાપી નાખ્યું હતું, ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી. 16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Published On - 9:16 am, Wed, 29 June 22

Next Article