VADODARA :વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણી વડોદરા સીટી એન્ડ સેશન કોર્ટમાં કરવામાં આવી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અશોક જૈનને જામીન ન આપવા અરજી કરી હતી ત્યારે દુષ્કર્મ કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આરોપીને જામીન આપવા કે નહી તે અંગે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. કોર્ટે જામીન અરજી આગામી 8 ઑક્ટોમ્બરે કોર્ટે ચુકાદો આપવા તારીખ આપી છે.
બે દિવસ પહેલા વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી રાજુ ભટ્ટના વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા રાજુ ભટ્ટ 6 ઓકટોબર બુધવારે સવારે 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે. રાજુ ભટ્ટના પ્રથમ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.રવિવાર હોવાથી અરજન્ટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટે કોર્ટમાં સહઆરોપી અશોક જૈનને ન ઓળખતો હોવાની વાત કરી હતી. ત્યારે અશોક જૈન સાથેના સંબંધો અંગે પણ રાજુ ભટ્ટની વધુ પુછપરછ કરવામાં આવશે. ત્યારે જોવાનું એ છે કે દુષ્કર્મ કેસમાં હવે વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.
આ પણ વાંચો : GU-DRDO વચ્ચે MOU થયા : હવે ગુજરાત યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના થશે
આ પણ વાંચો : દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર, રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું