કચ્છ (Kutch)માં ઘણા લાંબા સમયથી બાયોડીઝલનું ગેરકાયદેસર વહેંચાણ ચાલતુ હોવાની ફરીયાદ ઉઠી રહી છે. પોલીસ અને અન્ય સંલગ્ન એજન્સીઓએ આ મામલે કાર્યવાહી છતા કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ બાયોડીઝલનુ ધૂમ વેચાણ થતુ હોવાની ફરીયાદ ઉઠી હતી. જેના પગલે પૂર્વ કચ્છ LCBએ ગાંધીધામના એક ખાનગી પાર્ટી પ્લોટમાંથી ગેરકાયેદસર બાયોડીઝલનુ કૌભાંડ ઝડપી પાડ્યુ છે.
ગાંધીધામના મીઠીરોહર નજીકના એક ખાનગી પાર્ટી પ્લોટમાંથી પૂર્વ કચ્છ LCBએ ગેરકાયેદસર બાયોડીઝલનુ કૌભાડ ઝડપી પાડ્યુ છે. LCB ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને મીઠીરોહર નજીક આવેલા જીનામ પાર્કીગ પ્લોટમાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણની પ્રવૃતિ ચાલુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ત્યાં કાર્યવાહી માટે પહોંચી હતી. જ્યા 10 લાખના બાયોડીઝલના જથ્થા સહિત એક ટેન્કર, એક ડમ્પર સહિત બાયોડીઝલ ભરવા માટેના વિવિધ કેરબા સહિતનો 31 લાખનો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યો હતો.
LCBની કાર્યવાહી દરમિયાન નગા બીજલ આહિર અને મિતેષ ભરત ગોસ્વામી ઝડપાઇ ગયા હતા. જ્યારે આ આરોપીઓની પુછપરછમાં ભરત બાબુ આહિર તથા નગાભાઇ બીજલ આહિર નામના અન્ય આરોપીના નામ સામે આવ્યા છે.
પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ વચ્ચે કચ્છ સહિત રાજ્યભરમાં બાયોડીઝલના ગેરકાયેદસર વેચાણની ફરીયાદ પછી સરકારે કડક કાર્યવાહી માટે આદેશો આપ્યા હતા. પરંતુ હજુ પણ કચ્છમાં તેનુ વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે. ત્યાર કચ્છમાં હજુ કેટલા સ્થળે આવા આવા બાયોડીઝલના ગેરકાયેદસર વેચાણ થઇ રહ્યા છે તે અંગે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
કચ્છમાં છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર બાયોડીઝલ હેરફેર અને વેચાણના અનેક ગુનાઓ ઝડપાયા છે. આમ છતા આ પ્રવૃતિ સંપૂર્ણ અટકી નથી. તાજેતરમાં જ સુરતમાંથી ઝડપાયેલ એક બાયોડીઝલ કારસ્તાનમા કચ્છના ભાજપના રાજકીય નેતાના પુત્ર તથા તેના ધંધાકીય ભાગીદારોને પોલીસે સમન્સ પાઠવી તપાસ માટે પણ બોલાવ્યા હતા. તો DRIએ કચ્છમાંથી ઝડપાયેલા બાયોડીઝલના એક કેસમાં કોગ્રેસના એક રાજકીય નેતાના પુત્રનુ નામ સામે આવ્યુ હતુ.
જો કે તેમની કેવા પ્રકારની સંડોવણી આ કિસ્સામાં હતી તે હજી સ્પષ્ટ થયુ નથી. જો કે ખેતી પછી મુખ્ય એવા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ડીઝલના વધતા ભાવો વચ્ચે માગ વધતા પોલિસની કડક કાર્યવાહી પછી પણ આ પ્રવૃતિ અટકાવી શકી નથી. ત્યારે તેની ઉંડાણ પુર્વક તપાસ સાથે તેમાં સામેલ મોટા માથાઓ કોણ છે તેની પણ તપાસ થાય તે જરૂરી છે. નહી તો આવી પ્રવૃતિ અટકશે નહી.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 9:51 am, Sat, 22 January 22