TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

|

Jan 16, 2021 | 4:10 PM

15 જાન્યુઆરીએ મોડી રાત્રે TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી હતી, જેના કારણે તેમને સારવાર માટે જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તા

Follow us on

15 જાન્યુઆરીએ મોડી રાત્રે TRP SCAMના આરોપી BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની તબિયત લથડી હતી, જેના કારણે તેમને સારવાર માટે જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેમને ICUમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. મુંબઈ પોલીસે 11 જાન્યુઆરી સોમવારના દિવસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાણી, રોમલ રામગઢિયા તેમજ BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તા વિરૂદ્ધ TRP કૌભાંડમાં 3,400 પાનની ચાર્જશીટ દાખલ કરી હતી.

 

શું છે સમગ્ર મામલો?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ક્રિમીનલ ઈન્ટેલીજન્સ એજન્સીના આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર સચિન વેજે કહ્યું કે એમણે 3,400 પેજ સાથે TRP કૌભાંડમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 59 લોકોના નિવેદનો છે. જેમાં 15 નિષ્ણાંતોના નિવેદન શામેલ છે. આમાં ફોરેન્સિક નિષ્ણાંત પણ શામેલ છે. સમગ્ર મામલે આગળ પૂછપરછ ચાલી રહી છે. એજન્સીએ ચાર્જશીટમાં આરોપીના રૂપે રિપબ્લિક ટીવીના COO પ્રિયા મુખર્જીનું નામ પણ લખ્યું છે. ચાર્જશીટમાં એજેન્સીએ દાવો કર્યો છે કે રામગઢિયાએ રિપબ્લિક ટીવીના લોન્ચિંગના 40 અઠવાડિયા બાદ રિપબ્લિક ટીવીની TRPમાં વધારો દેખાડવા માટે રિપબ્લિક ટીવીની પ્રતિસ્પર્ધી ચેનલોના TRP રેટિંગમાં ફેરફાર કરાવ્યા હતા. જો કે રિપબ્લિક ટીવીએ તમામ આરોપોને નકાર્યા હતા.

 

પાર્થો દાસગુપ્તા પર લાગેલા આરોપો

TRP કૌભાંડમાં BARCના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપ લગાવ્યા છે કે પાર્થો દાસગુપ્તા ઓફોશીયલ ઈમેલ અને વોટ્સએપના માધ્યમથી રિપબ્લિક ટીવીના પદાધિકારીઓ સાથે સંપર્કમાં હતા. પોલીસે દાવો કર્યો છે કે આ બંનેએ પોતાના વ્યક્તિગત લાભ માટે આ કૌભાંડ આચર્યું છે. આ દરમિયાન જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેલા પાર્થો દાસગુપ્તાએ ન્યાયાધીશ સમક્ષ જામીન અરજી કરી હતી. જામીન અરજી ફગાવાતા પાર્થો દાસગુપ્તાએ સેશનકોર્ટમાં જામીન અરજી કરી હતી. BARCએ હંસા રીસર્ચ ગ્રુપના માધ્યમથી ફરિયાદ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે કેટલીક ટેલીવીઝન ચેનલો TRP આંકડાઓમાં ફેરફાર કરી રહી છે. હંસા રીસર્ચ BARCના વેન્ડરોમાંથી એક છે, જે પેનલ ઘરો અને લોકોના મીટરના કામ સાથે જોડાયેલી છે.

 

આ પણ વાંચો: INDvsAUS: બ્રિસબેનમાં રોહિત શર્માના ખોટા શોટથી ભડક્યા ગાવાસ્કર, કહ્યુ ગીફટમાં આપી વિકેટ

Next Article