ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલાને થશે ફાંસી, જાણો કોણ છે એ મહિલા અને શું તેનો ગુનો

|

Feb 17, 2021 | 3:05 PM

ભારતને આઝાદી મળ્યા બાદ ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા કેદીને ફાંસી(First Indian Woman to be Executed) થવા જઈ રહી છે.

ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલાને થશે ફાંસી, જાણો કોણ છે એ મહિલા અને  શું તેનો ગુનો
શબનમ

Follow us on

ભારતને આઝાદી મળ્યા બાદ ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા કેદીને ફાંસી(First Indian Woman to be Executed) થવા જઈ રહી છે. મથુરામાં (Mathura) ઉત્તરપ્રદેશની(Uttar Pradesh) એકમાત્ર મહિલા ફાંસીઘરમાં અમરોહાની શબનમને ફાંસીએ લટકાવવામાં આવશે. ફાંસીની તારીખ હજુ સુધી નક્કી નથી પરંતુ ફાંસી આપવામાં આવશે. આ ફાંસીને પવન જલ્લાદ (Pawan Jallad) અંજામ આપશે . પવનએ 2 વાર ફાંસી ઘરની મુલાકાત પણ લઇ ચુક્યો છે. શબનમે 2008માં પ્રેમી સાથે મળીને ત્રણ સાત પરિવારજનોની કુહાડી મારીને હત્યા કરી દીધી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટએ શબનમની સજા કાયમ રાખી હતી. રાષ્ટ્રપતિએ પણ તેની દયાઅરજીને નકારી દીધી હતી. આઝાદી બાદ શબનમ પહેલી મહિલા કેડી હશે જેને ફાંસીએ લટકાવવામાં આવશે.
શબનમે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા અને દસ મહિનાના માસૂમ ભત્રીજા સહિત સાત લોકોની કુહાડી મારીને હત્યા કરી હતી. મથુરા જેલમાં 150 વર્ષ પહેલાં એક મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી પછી કોઈ પણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી. વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શૈલેન્દ્રકુમાર મૈત્રેયએ જણાવ્યું હતું કે હજી સુધી ફાંસીની તારીખ નક્કી નથી, પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે.

અમરોહાની શબનમએ પરિવારમાં શિક્ષક પિતા શૌકત અલી, માતા હાશમી, ભાઈ અનીસ, રાશિદ, ભાભી અંજુમ અને દસ મહિનાનો ભત્રીજો આર્શની હત્યા કરી હતી. શબનમ અને ગામના આઠમા પાસના યુવક સલીમ વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ તેના પિતાને પસંદ નહોતું. બંને લગ્ન કરવા માંગતા હતા.પરંતુ શબનમ સૈફી અને સલીમ પઠાણ બિરાદરોમાંથી હતી. ઓછા શિક્ષિત અને પછી બીજા સમુદાયના યુવકને કારણે શબનમના પરિવારે લગ્ન કરવાની ના પાડી હતી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

આ પછી શબનમે સલીમને મળવા માટે આખા પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવવાનું શરૂ કર્યું હતું. પરિવાર સૂઈ ગયો ત્યારે સલીમ ઘરની છતથી મળવા રોજ આવતો હતો. જો કે આ બંનેએ ફરીથી એક નિર્ણય લીધો જે ચોંકાવનારો છે. 14 એપ્રિલ 2008ની રાત્રે શબનમે પ્રેમી સલીમને ઘરે આમંત્રણ આપ્યું અને પરિવારને સૂવાની ગોળીઓ આપીને સૂઈ ગયો. રાત્રે શબનમ અને સલીમે તેમના સૂતા પિતા શૌકત, માતા હાશ્મી, ભાઈ અનીસ, રાશિદ, ભાભી અંજુમ, ફુફેરી બહેન રાબિયા અને દસ મહિનાના ભત્રીજા અર્શને નિંદ્રામાં મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Next Article