પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભૂતપૂર્વ સૈનિક અને ગોધરાની મહિલાની ધરપકડ, UP ATSનું ઓપરેશન 

|

Jan 09, 2021 | 12:17 PM

શર્માની માહિતીના આધારે એટીએસની ટીમે તે મહિલાની ધરપકડ કરી હતી, જેની ઓળખ ગુજરાતના ગોધરાના પંચમહાલની રહેવાસી અનસ ગીતાઉલી તરીકે થઈ છે.

પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભૂતપૂર્વ સૈનિક અને ગોધરાની મહિલાની ધરપકડ, UP ATSનું ઓપરેશન 
Uttar Pradesh ATS arrest 2 person for spying

Follow us on

UP Policeનાં ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરવા અને સેનાની સંવેદનશીલ માહિતી પાડોશી દેશની ગુપ્તચર એજન્સી સાથે શેર કરવાના આરોપસર બે વ્યક્તિ જેમાં એક ભૂતપૂર્વ સૈનિક અને ગોધરા સ્થિત મહિલાની ધરપકડ કરી છે.
એટીએસએ બાતમીના આધારે આ ધરપકડ કરી હતી કે હાપુર જિલ્લાના બહાદુરગ પોલીસ મથક હેઠળના બહુનિ ગામના ભૂતપૂર્વ સૈનિક, જેની ઓળખ સૌરભ શર્મા તરીકે થાય છે, તે સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સને આપી રહ્યો હતો, એટીએસની એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.

તેની ધરપકડ બાદ શર્માની અહીંના એટીએસ હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે કબૂલ્યું હતું કે તે એક પાકિસ્તાની મહિલાને પૈસા માટે થઈને સૈન્યની દરેક ગુપ્ત માહિતી આપતો હતો અને આ કામ માટે તેને તેને ખાતામાં પૈસા મળતા હતા.
શર્માની માહિતીના આધારે એટીએસની ટીમે તે મહિલાની ધરપકડ કરી હતી, જેની ઓળખ ગુજરાતના ગોધરાના પંચમહાલની રહેવાસી અનસ ગીતાઉલી તરીકે થઈ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અનસના મોટા ભાઈ ઇમરાન ગીતાઉલીને ગયા વર્ષે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનની આઈએસઆઈ માટે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તે શર્માને પૈસા મોકલતો હતો એ પણ પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે.
એટીએસએ ઉમેર્યું હતું કે, પોલીસે સૌરભ શર્માની પોલીસ કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરશે અને બીજા આરોપીને ગોધરાથી ટ્રાંઝિટ રિમાન્ડ પર અહીં લાવવામાં આવશે.

Next Article