Sandesara Group case : સાંડેસરા ગ્રુપ કેસમાં EDની મોટી કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત

|

Jul 02, 2021 | 11:16 PM

Sandesara Group money laundering case : ED એ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં ચાર લોકોની કુલ 8.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

Sandesara Group case : સાંડેસરા ગ્રુપ કેસમાં EDની મોટી કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત
FILE PHOTO

Follow us on

Sandesara Group money laundering case : સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આ કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી (Irfan Ahmed Siddiqui) સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત કરી છે.

8.79 કરોડની સંપત્તિ જપ્ત 
સાંડેસરા ગ્રુપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ (Enforcement Directorate) એ PMLA એક્ટ ના સેક્શન 5 અંતર્ગત અહેમદ પટેલના જમાઈ સહીત કુલ ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરેલી આ સંપત્તિઓમાં 3 વાહનો, વિવિધ બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણોનો સમાવેશ થાય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ ચાર લોકોની સંપત્તિ જપ્ત
સાંડેસરા ગ્રુપ (Sandesara Group) મની લોન્ડરિંગ કેસમાં ED એ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

EDની તપાસમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સ (Sandesra Brothers) એ આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનને 3 કરોડ, ડીનો મોરિયાને 1.4 કરોડ, અકીલ બચુલીને 12.54 કરોડ અને અહેમદ સિદ્દીકીને 3.51 કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે.

કુલ રૂ.14,521.80 કરોડની સંપત્તિ જપ્ત
સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં સાંડેસરા બ્રધર્સ પર 16,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે. ED એ અત્યાર સુધીમાં રૂ.14,513 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી અને આજે 2 જુલાઈએ કરેલી જપ્તીની કાર્યવાહી થઈને કુલ રૂ.14,521.80 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

રૂ.16,000 કરોડની છેતરપીંડીનો આરોપ
સાંડેસરા ગ્રુપ (Sandesara Group) પર બેન્કો સાથે રૂ.14,500 કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. આ અગાઉ CBI એ રૂ.5000 કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ED ની તપાસમાં સામે આવ્યું હતું કે સાંડેસરા ગ્રુપે વિદેશમાં રહેલી ભારતીય બેન્કોની શાખાઓમાંથી પણ લગભગ રૂ.9000 કરોડની લોન લીધી છે.

Published On - 6:28 pm, Fri, 2 July 21

Next Article