દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન,  47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું

દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન, 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું

| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:07 PM

દ્વારકા જિલ્લા પોલીસની ટીમે સાયલામાં સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું છે.

DEVBHUMI DWARKA : દેવભૂમિ દ્વારકાના કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં દ્વારકા જિલ્લા પોલીસની ટીમે સાયલામાં સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું છે. આ અંગે પોલીસે સલીમ કારા અને અલી કારાની વધુ પૂછપરછ હાથ ધરી છે. સલીમ કારા પર નકલી નોટ સહિતના ગુનાઓ પણ નોંધાયેલા છે.

ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દ્વારકા પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત હાલમાં સાડા ત્રણસો કરોડ કહેવામાં આવી રહી છે. સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે.

જો કે 66 કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે 40 કરોડ જેટલી જણાવવામાં આવી રહી છે. ત્યારે આંતરાષ્ટ્રીય કીમત 350 કરોડની હોવાની વાત બહાર આવી છે. જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું.

છેલ્લા 36 કલાકમાં રાજ્યમાં ડ્રગ્સ સામે પોલીસે સકંજો કસ્યો છે.દેવભૂમિદ્વારકામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.. તો છોટાઉદેપુરમાં ગઇકાલે 70.86 લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો.. એટલું જ નહિં અમદાવાદ ગ્રામ્ય SOGએ ગઇકાલે 1.70 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.. તો સુરતમાંથી પણ ઝડપાયું એમડી ડ્રગ્સ.. મળતી માહિતી અનુસાર રૂ.365 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

આ પણ વાંચો : Dengue : અમદાવાદમાં કોરોના બાદ ડેન્ગ્યુનો ભરડો, ગત વર્ષ કરતા 5 ગણા વધુ કેસો નોંધાયા

આ પણ વાંચો : અમદાવાદના સરસપુરના સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રસ્ત, તંત્ર પર લગાવ્યો બેદરકારીનો આક્ષેપ

 

Published on: Nov 10, 2021 06:47 PM