દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

|

Oct 14, 2021 | 6:45 PM

ગઈકાલે 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

DEVBHUMI DWARKA : રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરોની તવાઈ યથાવત છે. ગઈકાલે 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા, જયારે આજે દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.

દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી રૂ. 3 લાખની લાંચ લેતા રંગ હાથ ઝડપાયા છે. પ્રાંત અધિકારીનિહાર ભેટારિયા ACB ના છટકામાં રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાએ પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા લાંચમાંગી હતી. પ્રાંત અધિકારીના ઘર પર હાલ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીએ ફરિયાદી પાસે સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી.જોકે ફરિયાદી આ રકમ આપવા નહોતા ઇચ્છતા,,,અને ACBમાં ફરિયાદ કરી હતી.ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને લાંચની રકમનો 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મુદ્દો, રેલ્વેએ વિસાવદર-તલાલા બ્રોડગેજ પ્રોજેક્ટ પડતો મુક્યો

આ પણ વાંચો : આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવાના મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખની સ્પષ્ટતા, જાણો શું કહ્યું CR પાટીલે

Published On - 4:38 pm, Thu, 14 October 21

Next Video