સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી પાડી, ભાવનગરના એક શખ્સની ધરપકડ, જાણો કેવી રીતે બનાવતો હતો ડ્રગ્સ

|

Nov 12, 2021 | 9:14 PM

આરોપીએ સરથાણામાં જ એક એપાર્ટમેન્ટમાં ડ્રગ્સ પ્રોસેસિંગ માટેના વિવિધ સાધનો વસાવી આખી લેબ ઉભી કરી હતી.

SURAT : રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અંગે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ બંને ગંભીર છે. ત્યારથી લઈને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ પર સંકજો કસ્યો છે. વાત કરીએ સુરતની તો સુરતના રાંદેરમાં બે મહિના પહેલાના ડ્રગ્સની હેરાફેરીના કેસના ભાગતા ફરતા મુખ્ય આરોપીને પકડી પાડ્યા બાદ સુરત પોલીસે ડ્રગ્સ કેસમાં વધુ અકે મોટી સફળતા મળી છે. આ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી છે.

સુરત શહેરમાંથી પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી એક લેબ પકડી પાડી છે, અને આ લેબ ઉભી કરનાર અને તેમાં ડ્રગ્સનું પ્રોસેસિંગ કરનાર ભાવનગરના ઉમરાળાના વતની અને સરથાણાના રહેવાસી એક શખ્સની પોલીએ ધરપકડ કરી છે. સરથાણામાં રહેતા આ શખ્સનું નામ જૈમીન છગનભાઈ સવાણી છે, જે ડ્રગ્સનું પ્રોસેસિંગ કરી સ્થાનિક લેવલે વેચાણ કરતો હતો.

સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી જેમાં મોટા અને મહત્વના ખુલાસા થયા છે. આરોપીએ સરથાણામાં જ એક એપાર્ટમેન્ટમાં ડ્રગ્સ પ્રોસેસિંગ માટેના વિવિધ સાધનો વસાવી આખી લેબ ઉભી કરી હતી અને રાજસ્થાનની કાચું ડ્રગ્સ મંગાવી, તેને લેબમાં પ્રોસેસ કરી સ્થાનિક લેવલે વેચતો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સનું સેવન કરતો હોવાની માહિતી મળી છે. આ સમગ્ર મામલે આગામી સમયમાં કોઈ મોટું રેકેટ પકડાવાની શકયતા રહેલી છે.

આ પણ વાંચો : રોડ પરની લારીઓના દબાણ અંગે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

 

Published On - 1:01 pm, Fri, 12 November 21

Next Video