Drug Case : એજાઝ ખાનને કોર્ટે 3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો

|

Mar 31, 2021 | 7:38 PM

Drug Case : ડ્રગ્સ કેસમાં શાદાબની ધરપકડ થયા પછી જ એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું.મંગળવારે એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

Drug Case : એજાઝ ખાનને કોર્ટે 3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો
ફાઈલ ફોટો

Follow us on

Drug Case : ડ્રગ્સ કેસમાં ડ્રગના વેપારી શાદાબ બટાટાની ધરપકડ બાદ આ મામલે અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું. NCBની ટીમને એજાઝ ખાન અને બટાટા ગેંગ વચ્ચે કેટલીક કડીઓ મળી હતી, જેની તપાસ બાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. હવે અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી છે.

3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલાયો
ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી છે. ડ્રગ્સ કેસમાં 8 કલાકની પૂછપરછ બાદ એજાઝ ખાનની ધરપકડ કરવામાં હતી હવે કોર્ટે 3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલી દીધો છે. મંગળવારે એજાઝ khan રાજસ્થાનથી મુંબઇ પરત ફર્યો ત્યારે NCBએ તેની અટકાયત કરી હતી. NCBની ટીમ એજાઝના અંધેરી અને લોખંડવાલામાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

એજાઝ અગાઉ પણ ગયો હતો જેલમાં
એજાઝ આ અગાઉ પણ જેલમાં જઈ ચુક્યો છે. ગયા વર્ષે ફેસબુક પર વિવાદિત વીડિયો પોસ્ટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેની કલમ 153-A કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.આ અગાઉ 2018માં તેની ડ્રગના કેસમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની બેલાપુર હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલના કેસમાં કોર્ટમાં હાજર થતાં પહેલાં એજાઝ ખાને કહ્યું હતું કે દરોડા દરમિયાન તેના ઘરમાંથી ઉંઘની 4 ગોળીઓ મળી આવી છે. પત્નીનો ગર્ભપાત થયો જેના કારણે તે ડિપ્રેશનમાં હતી અને માટે તેની પત્ની ઉંઘની ગોળીઓ લેતી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

શાદાબ બટાટાની પણ ધરપકડ
શનિવારે રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક મોટી કાર્યવાહીમાં મુંબઇના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના પુત્ર શાદબ બટાટાની એમડી ડ્રગ્સ સાથે આશરે 2 કરોડની ધરપકડ કરી હતી.શાદાબ બટાટા પર ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. શાદાબ એ મુંબઇનો એક મોટો ડ્રગ પેડલર છે. શાદાબની ધરપકડ થયા પછી જ એજાઝનું નામ સામે આવ્યું હતું.

ધરપકડ પહેલા શેર કર્યો હતો વિડીયો
મંગળવારે એજાઝ ખાનની ધરપકડ થઇ એ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘આરઝૂ અબ તેરે દિલ મેં’ના ગીત પર લિપ સિંક કરી રહ્યા હતા. તેમને આ વીડિયોને શેયર કરતા લખ્યું હતું કે ‘કસમ કી કસમ હમ તેરે હે હમ’.

Published On - 7:21 pm, Wed, 31 March 21

Next Article