WhatsApp પર ભૂલથી પણ આ મેસેજને ન કરો ફોરવર્ડ, નહીં તો જવુ પડશે જેલમાં

|

Jul 26, 2021 | 7:45 PM

જે પણ એકાઉન્ટ પરથી ફેક મેસેજ અથવા અફવા ફેલાવતા મેસેજ ફોરવર્ડ થયા હોય તેવા એકાઉન્ટ્સ સામે વોટ્સએપે કાર્યવાહી કરી છે અને હાલમાં જ તેણે 20 લાખ જેટલા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.

WhatsApp પર ભૂલથી પણ આ મેસેજને ન કરો ફોરવર્ડ, નહીં તો જવુ પડશે જેલમાં
Don't forward any message on WhatsApp without knowing it

Follow us on

આજકાલ બધા જ લોકો વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ કરે છે. મેસેજ અથવા તો વીડિયો કોલ કરવો હોય તો સૌથી પહેલા લોકોના મોઢા પર વોટ્સએપ જ આવે છે. વિદ્યાર્થીઓથી લઇને વૃદ્ધો પણ આજે પોતાના ફોનમાં વોટ્સએપ રાખે છે. વોટ્સએપની શરૂઆત પર્સનલ ઉપયોગ માટે કરવામાં આવી હતી પરંતુ ધીમે ધીમે તે કોમર્શિયલાઇઝ થતુ ગયુ લોકો તેના પર જાત જાતના મેસેજીસ ફોરવર્ડ કરે છે.

રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર માટે, કંપનીઓ પોતાની જાહેરાત અને પ્રોડક્ટ્સને વેચવા માટે કરવા લાગી. લોકો ધીમે ધીમે પોતાના એજન્ડાને અન્ય સુધી પહોંચાડવા વોટ્સએપનો ઉપયોગ કરવા લાગ્યા છે તેવામાં કેટલીક વાતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારણ કે એક ફોરવર્ડ કરેલો મેસેજ તમને જેલમાં પણ પહોંચાડી શકે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલમાં જ વોટ્સએપ તેની નવી પ્રાઇવસી પોલીસીને (WhatsApp Privacy Policy) લઇને ચર્ચામાં આવ્યુ હતુ. ભારતમાં વોટ્સએપના એટલા બધા યૂઝર્સ છે કે વોટ્સએપએ તેના યૂઝર્સ ગુમાવવાના ડરથી પ્રાઇવસી પોલીસીને પાછી લઇ લીધી. પરંતુ કેટલીક વાર યૂઝર્સ એપ્લિકેશનનો ખોટો ઉપયોગ શરૂ કરી દે છે. જે પણ એકાઉન્ટ પરથી ફેક મેસેજ અથવા અફવા ફેલાવતા મેસેજ ફોરવર્ડ થયા હોય તેવા એકાઉન્ટ્સ સામે વોટ્સએપે કાર્યવાહી કરી છે અને હાલમાં જ તેણે 20 લાખ જેટલા એકાઉન્ટ્સને સસ્પેન્ડ (WhatsApp Accounts Suspended) કર્યા છે.

 

બે જાતના એકાઉન્ટ્સ થઇ શકે છે બ્લોક

વોટ્સએપ એકાઉન્ટને બે રીતે બેન કરે છે. 1. ટેમ્પરરી અને 2. પરમનેન્ટ. ટેમ્પરરીમાં તમને જણાવવામાં આવે છે કે તમારુ એકાઉન્ટ થોડા દિવસો પછી ફરીથી શરૂ થઇ જશે. પરંતુ પરમનેન્ટમાં એવુ નથી તેમાં તમારુ એકાઉન્ટ હંમેશા માટે બ્લોક થઇ જશે

 

Spam અથવા તો ફ્રોડ મેસેજ

વોટ્સએપ પર જો તમે કોઇને ફેક અથવા Spam મેસેજ મોકલો છો તો તમારા પર કાર્યવાહી થઇ શકે છે. જો અન્ય કોઇ યૂઝરને તમારા મેસેજથી કોઇ નુક્સાન થાય છે અને તે તમારી ફરિયાદ કરી દે છે તો તમારા પર એક્શન પણ લઇ શકાય છે. વોટ્સએપ પર ઘણી વાર આપણે વિચાર્યા વગર મેસેજને આગળ ફોરવર્ડ કરી દઇએ છીએ તેવામાં આપણુ એકાઉન્ટ બેન થવાની શક્યતા વધી જાય છે. વોટ્સએપ પર જો ભૂલથી પણ તમે ચાઇલ્ડ પોર્ન શેયર કરી દીધુ તો તેના માટે તમારે જેલ પણ જવુ પડી શકે છે.

 

થર્ડ પાર્ટી એપથી રહો દૂર

વોટ્સએપ યૂઝ કરતી વખતે આપણી સામે કેટલીક એપ્સના ઓપ્શનસ આવે છે. એવા થર્ડ પાર્ટી એપ્સ વોટ્સએપની જેમ જ હોય છે પરંતુ તેમાં તમને વધુ ફિચર્સ મળે છે એટલે યૂઝર તેનો ઉપયોગ કરવા લાગે છે પરંતુ જો તમે વોટ્સએપ યૂઝ કરતા હોવ અને સાથે કોઇ થર્ડ પાર્ટી એપ યૂઝ કરતા હશો તો તમારા પર એક્શન લેવામાં આવશે. કારણ કે થર્ડ પાર્ટી એપ્સ યૂઝરના ડેટા ચોરી કરે છે. માટે જ ક્યારે પણ વોટ્સએપ ગ્રીન, વોટ્સએપ જીબી પ્લસ અથવા અન્ય કોઇ એપનો ઉપયોગ કરવો નહી

 

એક ખોટો મેસેજ પહોંચાડી શકે છે જેલમાં

કેટલીક વાર એવું બને છે કે ક્યાક રમખાણ ચાલુ થઇ ગયા હોય અને તેને લઇને વોટ્સએપ પર આડા અવળા મેસેજ ફોરવર્ડ થવા લાગ્યા હોય. એવામાં જો તમે પણ આવા કોઇ ભડકાઉ મેસેજ શેયર કર્યા છે તો તમે અફવા ફેલાવવાના આરોપમાં જેલ પણ જઇ શકો છો.

Next Article