Dahod: PM KISAN યોજનામાં કૌભાંડ આચારનારા 2 ઝડપાયા, કરોડોનું કૌભાંડ આવ્યું સામે

|

Apr 15, 2021 | 11:08 PM

Dahod: જિલ્લામાં PM KISAN યોજનામાં કૌભાંડ આચારનાર દાહોદ જિલ્લા પંચાયતમાં DLE તરીકે ફરજ બજાવનાર મયુર ડામોર સહિત 2ની ધરપકડ કરાઈ છે.

Dahod: PM KISAN યોજનામાં કૌભાંડ આચારનારા 2 ઝડપાયા, કરોડોનું કૌભાંડ આવ્યું સામે
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Dahod: જિલ્લામાં PM KISAN યોજનામાં કૌભાંડ આચારનાર દાહોદ જિલ્લા પંચાયતમાં DLE તરીકે ફરજ બજાવનાર મયુર ડામોર સહિત 2ની ધરપકડ કરાઈ છે. દાહોદ જિલ્લામાં ખેડૂત ખાતેદારોએ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ ઉપર નામ ચઢાવ્યા હતાં. ત્યારે આ યોજનામાં કૌભાંડ કરનારા પણ ઉભા થઈ જતાં દાહોદ જિલ્લાના જુદા-જુદા તાલુકામાં પોર્ટલ ઉપર ચઢાવેલી અરજીઓની ચકાસણી શરૂ કરી હતી.

 

35,436 અરજીઓની ચકાસણી કરતાં આશ્ચર્યજનક રીતે 32,717 ખાતેદારો ખોટા હોવાનું સામે આવ્યુ હતું. માત્ર 2,719 ખેડૂત જ સાચા નીકળ્યા હતાં.પોર્ટલ પર ખોટુ નામ ચઢાવનારા 1,191 લોકો તો એવા હતાં જેમને સહાય પેટે 23.82 લાખ ચુકાવાયા હતા. સરકારની પાસેથી ખોટી રીતે નાણા મેળવવા ખોટા દસ્તાવેજો ઉભા કરતાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

તપાસ દરમિયાન જિલ્લાના કુલ 17,370 ફોર્મની યાદીને જુદી તારવીને ખોટા ખેડૂત ખાતેદારોના નામ પોર્ટલની કઈ આઈ.ડીથી એપ્રુવ થયા છે, તે જાણ્યુ હતું. ડેટા એનાલીસીસમાં ફતેપુરા તાલુકાના બોરીદાના માઈકલ પીટર તાવીયાડનું નામ સામે આવ્યુ હતું. પુછપરછ કરતાં તેઓને બે આઈડી ફતેપુરાના હડમતના અને દાહોદ જિ.પં.માં ડીએલઈ તરીકે ફરજ બજાવતા મયુરકુમાર નારસિંગ ડામોરે બનાવ્યુ હતું.

 

બે આઈડીથી 4,700 લોકો જે ખેડૂત ખાતેદાર ન હતાં, ખોટા ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યુ હતું. તેણે બે આઈડીમાંથી 77 ખોટા આઈડી બનાવવા સાથે 3 માસ્ટર આઈડી બનાવી હતી, તે આઈડીને ડિસ્ટ્રીક્ટ લેવલના રોલ આપ્યા હતાં. આ આઈડી મેળવનાર 51ના નામ પોલીસને મળ્યા છે. મયુરે ડામોરે દાહોદ ખેતીવાડી અધિકારીની આઈડીનો ઉપયોગ કરીને 9,990 ખેડૂત ખાતેદાર ન હોય તેવા ફોર્મ એપ્રુવ કર્યા હતાં. મયુર અને માઈકલ પાસેથી ત્રણ ફોન પણ જપ્ત કરાયા છે. આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓએ 3,47,40,000નું કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

 

આ પણ વાંચો : કોરોનાની મહામારી વચ્ચે માનવતા અનેક જગ્યાએ જોવા મળી. વાત જામનગરની જ્યાં અન્ય શહેર અને જીલ્લામાંથી આવતા દર્દીઓના સગા માટે ખાસ ભોજનની વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી.

 

Next Article