વેક્સિનેશનના નામે ઠગે છે સાઈબર ઠગ, આવી લિંક પર ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

|

May 04, 2021 | 9:38 AM

વેક્સિન રજીસ્ટ્રેશનના નામે સાયબર ઠગ છેતરપિંડી માટે સક્રિય થઈ ગયા છે. હવે વેક્સિન રજીસ્ટ્રેશન માટે સાયબર ઠગ વોટ્સએપ, મેસેજ અને ઇમેઇલ્સ પર લિંક્સ મોકલી રહ્યા છે.

વેક્સિનેશનના નામે ઠગે છે સાઈબર ઠગ, આવી લિંક પર ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

18+ માટે મોટા પાયે રસી આપવાનો નિર્ણય જાહેર થતાંની સાથે જ હવે નવી યુક્તિ સાથે સાયબર ઠગ છેતરપિંડી માટે સક્રિય થઈ ગયા છે. હવે વેક્સિન રજીસ્ટ્રેશન માટે સાયબર ઠગ વોટ્સએપ, મેસેજ અને ઇમેઇલ્સ પર લિંક્સ મોકલી રહ્યા છે. જો તમે સાવધાની વિના આ લિંકને ક્લિક કરો છો, તો તમે હેકર્સની જાળમાં આવી જશો. અને તમને ભારે નુકશાન થશે. આ લિંક સાથે શું હોય છે તમને જણાવી દઈએ.

આવી લિંક પર ક્લિક કરશો તો એમાં પહેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવે છે, ત્યાર બાદ OTP દાખલ કરવાનું કહેવામાં આવે છે. અને બસ પછી કામ તમામ સમજો. ફોર્મ ભર્યા બાદ લોકોને ફોન કરવામાં આવી રહ્યો છે અને પછી તેમનો OTP પૂછવામાં આવે છે.

આવીજ રીતે વેક્સિનના નામ પર લિંક દ્વારા RAT (રિમોટ એડમિનિસ્ટ્રેશન ટૂલ) નું માલવેર પણ મોકલવામાં આવી રહ્યું છે. આના દ્વારા મોબાઇલ હેક કરવામાં આવી રહ્યા છે. આ લિંક દ્વારા મોબાઇલમાં ઘણી એપ્લિકેશનો ઇન્સ્ટોલ થઇ જાય છે. સાયબર ગુનેગારો પછી બેકગ્રાઉન્ડમાં રિમોટથી બધું એક્સેસ કરી શકે છે અને કોઈપણ સમયે ખાતામાંથી પૈસા ઉઠાવી શકે શકે છે. આવી સ્થિતિમાં સાયબર એજન્સીઓએ એલર્ટ રહેવાનું કહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

વેક્સિનેશન જેવું જ પેજ બનાવીને છેતરપીંડી

મળતી માહિતી મુજબ રસીકરણના નામે સાયબર ગુનેગારોએ ખૂબ જ ચાલાકીથી વેબસાઈટ પેજ તૈયાર કર્યું છે. સંબંધિત પેજની લિંક્સ સાયબર ગુનેગારો દ્વારા લોકોમાં ફેલાવવામાં આવી રહી છે. જ્યાં લોકો તેમનું નામ, સરનામું, આધાર નંબર અને અન્ય માહિતી ભારે છે. ગુનેગારોને આધાર નંબર અને મોબાઇલ નંબર મળે કે તરત જ તેઓ ફોન કરીને કેવાયસી સાથેના ખાતાઓના ઓટીપી માંગે છે.

આ રીતે તેઓ એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. આ બેંક ટ્રાંઝેક્શનને સરળ બનાવે છે. એટલું જ નહીં, આરબીઆઈની પ્રતિબંધિત anydesk એપ્લિકેશનની લિંક મોકલીને, તેઓ ડાઉનલોડ કરવાનું કહીને છેતરપિંડી કરી રહ્યા છે.

વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે

લોકોને રસીકરણ કેન્દ્રમાં કતારમાં ઉભા ન રહેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. આધારકાર્ડ અને અન્ય માહિતી ભર્યા પછી સાયબર ગુનેગારો મોબાઇલ પર લોકો પાસેથી ઓટીપી માંગે છે અને ઓટીપી મળે કે તરત જ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે. ઠગ ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે.

પોલીસનું કહેવું છે કે, આધારકાર્ડ, ઓટીપી જેવી માહિતી અજાણ્યા લોકો સાથે શેર કરશો નહીં. ગૂગલ પર સર્ચ કરીને એપ્લિકેશનને સર્ચ કરતી વખતે વિશેષ કાળજી લો.

પોલીસ સલાહ: આ નવા સાયબર ફ્રોડથી બચો

પોલીસે જનતાને ચેતવણી આપી છે. ઘણાએ પોલીસને આ અંગે માહિતી આપી છે. જેમાં વેક્સિન નોંધણી માટે કોલ અને લિંક મેસેજીસ આવી રહ્યા છે. પોલીસ કહે છે, નોંધણી પહેલાં, ખાતરી કરો કે જે વેબસાઇટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે? નહીં તો બેંક ખાતું ખાલી થઈ જશે.

થર્ડ પાર્ટી એપ્લિકેશનને ડાઉનલોડ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. વેક્સિનેશન નોંધણીના નામે કોઈપણ અજાણ્યા લોકો દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક ના કરશો. વેક્સિન નોંધણીના નામે ઓટીપી કોઈ માંગવામાં આવે તો શેર કરશો નહીં. ભારત સરકાર દ્વારા તૈયાર કરેલી વેબસાઇટની પુષ્ટિ કરીને જ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.

 

આ પણ વાંચો: Corona Vaccine: કોરોનાની રસી બચાવે છે તમારી જાન, ભરૂચનાં આ આંકડા તમારી આંખો ખોલી નાખશે

Next Article