ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો, છતાં FIR નોંધાવવામાં પાછળ

|

Jul 04, 2023 | 2:36 PM

ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છતાં છતાં FIR નોંધાવવામાં ગુજરાત પાછળ છે. 1.59 લાખ અરજીઓ સામે માત્ર 0.8 ટકા એટલે કે 1,233 FIR નોંધાઈ છે.

ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો, છતાં FIR નોંધાવવામાં પાછળ
Cyber Crime

Follow us on

Ahmedabad: ગુજરાતમાં સાયબર ક્રાઈમના (Cyber Crime) ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર જાન્યુઆરી, 2020થી 15 મે, 2023 દરમિયાન ગુજરાતીઓએ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) અથવા હેલ્પલાઈન નંબર 1930 પર સાયબર ક્રાઈમ સંબંધિત કુલ 1.59 લાખ અરજીઓ કરી છે. દર મહિને સરેરાશ 5,585 અરજીઓ આવે છે.

1.59 લાખ અરજીઓ સામે માત્ર 1,233 FIR નોંધાઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જાહેર કરાયેલ આંકડાઓમાં આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ સંબંધિત 1 લાખથી વધુ અરજીઓ નોંધનાર 9 રાજ્યોમાં ગુજરાત પણ સમાવેશ થયો છે. એક RTIના જવાબમાં NCRB દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની વાત કરીએ તો રાજ્ય પોલીસે 1.59 લાખ અરજીઓ સામે માત્ર 0.8 ટકા એટલે કે 1,233 FIR નોંધાઈ છે. દેશમાં તેની સરેરાશ 1.9 ટકા હોવાથી ગુજરાત તેમાં પાછળ છે.

આ પણ વાંચો Gujarat Video : અમદાવાદ પોલીસ કમિશનરને હાઈકોર્ટની ફટકાર, કોર્ટના આદેશની અવમાનના મામલે કમિશનર વિરુદ્ધ ફરિયાદ

લોકડાઉન દરમિયાન અને તેના પછી સાયબર ક્રાઈમમાં વધારો

અમદાવાદ સાયબર સિક્યોરિટી ફર્મના સીઈઓ સન્ની વાઘેલાએ જણાવ્યું હતું કે કોવિડ પછીનો સમયગાળો કોવિડ પહેલાના દૃશ્ય કરતાં તદ્દન અલગ છે. લોકડાઉન દરમિયાન અને તેના પછી ડિજિટલ વ્યવહારોમાં ભારે વધારો જોવા મળ્યો છે. જેના કારણે ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને ડિજિટલ અંગે ઓછું જાણતા લોકોને લૂંટવાની તક મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

છેતરપિંડી કરતા લોકો સતત તેમની મોડસ ઓપરેન્ડી બદલતા રહે છે

અમદાવાદ પોલીસના સાયબર ડીસીપી અજીત રાજીયનને જણાવ્યું હતું કે પાછલા વર્ષોની સરખામણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અરજીઓ અને એફઆઈઆર બંનેમાં વધારો જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ નાની હોય અને જો ગેંગ બહારના કોઈ સ્થળેથી ઓપરેટ કરતી હોય તો FIR થવાની શક્યતાઓમાં ઘટાડો નોંધાય છે. સાયબર છેતરપિંડી કરતા લોકો સતત તેમની મોડસ ઓપરેન્ડી બદલતા રહે છે, તેથી લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ જ આવા ગુનાઓને રોકી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article