Surat : ગુજરાતને ‘ઉડતા ગુજરાત’ બનાવાવનું ષડ્યંત્ર? સુરતમાંથી વિવિધ કેસોમાં કરોડોના નશીલા પદાર્થો ઝડપાયા

|

Jul 01, 2021 | 10:31 PM

Narcotics seized in Surat : સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં એક વર્ષમાં ડ્રગ્સના 11 કેસો, ગાંજાના 9 કેસો, ગાંજાના 9 કેસો અને અફીણના 3 કેસોમાં કુલ 3 કરોડ 33 લાખથી વધુના નશીલા પદાર્થો સાથે સપ્લાયરોને પકડવામાં આવ્યા છે.

Surat : ગુજરાતને ઉડતા ગુજરાત બનાવાવનું ષડ્યંત્ર? સુરતમાંથી વિવિધ કેસોમાં કરોડોના નશીલા પદાર્થો ઝડપાયા
ગુજરાતને બીજું પંજાબ બનાવાવનું ષડ્યંત્ર

Follow us on

Narcotics seized in Surat : ગુજરાતને ધીરે ધીરે બીજું પંજાબ બનાવવાનું એટલે કે ગુજરાતના યુવાધનને નશાની આદત લગાડી દેવાનું મોટુ ષડ્યંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનું હાર્દ અને દેશમાં ઘણી બાબતોમાં મોખરે રહેનાર શહેર એટલે સુરત શહેરમાં નશીલા (Narcotics) પદાર્થ જેવા કે ડ્રગ્સ અફીણ, ગાંજા અને ચરસનું સેવન સતત વધી રહ્યું છે. પણ સુરત પોલીસ આ ષડ્યંત્ર કરનારા અને નશાકારક પદાર્થોનું સપ્લાય કરનારાઓના તમામ મનસુબા પર પાણી ફેરવી રહી છે.

સુરત પોલીસ કમિશનરને નશીલા પદાર્થોના સપ્લાયની વાત ધ્યાને આવતાની સાથે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરત SOG પોલીસ અને DCB ટિમને ખાસ સૂચના આપવામાં આવી કે સુરત શહેરમાં કોઈ પણ ભોગે નશીલા પદાર્થ (Narcotics) નું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવે.

એટલું જ નહીં પણ આવા આરોપી જ્યાંથી માલ લાવતા હોય તે મૂળ સુધી પહોંચી આખી ચેઈન સપ્લાયને ડેમજ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં સૌથી વધુ NDPS ના કેસો સુરત પોલીસ દ્વારા શોધીને કરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને ગાજોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત પોલીસ એટલે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત SOG દ્વારા વિવિધ કેસોમાં 3 કરોડ 33 લાખના નશીલા પદાર્થ કબ્જે કરવામાં આવ્યાં છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

1) એક વર્ષમાં ડ્રગ્સના 11 કેસો
સુરત શહેરમાં એક વર્ષમાં કુલ MD ડ્રગ્સના કુલ 11 કેસો કરવામાં આવ્યા. જેમાં DCB અને SOG દ્વારા 1 કિલો 948 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં જેની કિંમત બજાર કિંમત 1,85,45,200 રૂપિયા જેલતી થાય છે. આ 11 કેસોમાં કુલ 11 આરોપીને પકડવામાં આવ્યા.

2) એક વર્ષમાં ગાંજાના 9 કેસો
સુરત પોલીસ દ્વારા ગાંજાના કુલ 09 કેસો કરવામાં આવ્યા, જેમાં 1123 કિલો 592 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જેની બજાર કિમત 1,12,10,019 રૂપિયા થાય છે. આ 9 કેસોમાં કુલ 21 આરોપીની કરવામાં ધરપકડ કરવામાં આવી હતી.

3) એક વર્ષમાં ચરસના 4 કેસો
સુરત શહેરમાં અકે વર્ષમાં ચરસના 4 કેસોમાં સુરત પોલીસે 8 કિલો 47 ગ્રામ મુદ્દામાલ જપ્ત કર્યો જેની બજાર કિંમત 28,66,100 રૂપિયા થાય છે. અ 4 કેસોમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

4) અફીણના કુલ 3 કેસો કરવામાં આવ્યાં જેમાં 5 કિલો 592 ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યું જેની બજાર કિંમત 7 લાખ રૂપિયાથી વધુ થાય છે.

 

 

Next Article