ક્રાઈમ કહાની ભાગ-1: લોહી નીતરતી ભીંત પોલીસની રાહ જોતી હતી અને 200 કિલોમીટર દૂર કોથળામાંથી માનવ અંગો રોડ પર વેરાઈ પડ્યા!

|

Nov 14, 2019 | 3:22 PM

ક્રાઈમ કહાની ભાગ-1 મિહિર ભટ્ટ| અમદાવાદ,  ભરજવાનીમાં વિધવા થયેલી એ બે સંતાનની માતાને સહવાસ જોઈતો હતો. જ્યારે તેના પ્રેમીને વાસનાની ભૂખ હતી. મહિલા પ્રેમની તો પ્રેમી પૈસાનો ભૂખ્યો હતો. એક તરફ પ્રેમ તો બીજી તરફ સ્વાર્થના આ સંબંધના કરૂણ અંજામની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી મુક્યા. ગુજરાતમાં ક્યારેય આવી ઘટના ન તો ઘટી હતી કે ન કોઇએ […]

ક્રાઈમ કહાની ભાગ-1:  લોહી નીતરતી ભીંત પોલીસની રાહ જોતી હતી અને 200 કિલોમીટર દૂર કોથળામાંથી માનવ અંગો રોડ પર વેરાઈ પડ્યા!

Follow us on

ક્રાઈમ કહાની ભાગ-1

મિહિર ભટ્ટ| અમદાવાદ,  ભરજવાનીમાં વિધવા થયેલી એ બે સંતાનની માતાને સહવાસ જોઈતો હતો. જ્યારે તેના પ્રેમીને વાસનાની ભૂખ હતી. મહિલા પ્રેમની તો પ્રેમી પૈસાનો ભૂખ્યો હતો. એક તરફ પ્રેમ તો બીજી તરફ સ્વાર્થના આ સંબંધના કરૂણ અંજામની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી મુક્યા. ગુજરાતમાં ક્યારેય આવી ઘટના ન તો ઘટી હતી કે ન કોઇએ જોઇ હતી…! 19 વર્ષ પહેલા જાહેર રોડ પર કોથળામાંથી મળેલા ત્રણ વ્યક્તિના માનવ અંગો નિર્દય હત્યાકાંડની ચાડી ખાતા હતા.

પોલીસે એક એક અંગ ગોઠવ્યાં તો પુરા પણ નહોતા એટલે કે બીજા અંગો ક્યાંક બીજે હતા…! પણ ક્યાં? હત્યાકાંડની ઘટના ક્યાં ઘટી? મરનાર કોણ એ જાણવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. ગુજરાત પોલીસ પર નિષ્ફળતાનો બટ્ટો ન લાગે માટે પોલીસે તપાસમાં એડીચોટીનું જોર લગાવ્યું. અંતે લોહીથી ખરડાયેલા એક લખાણે મૃતક અને તેના આરોપીઓ એમ બન્નેની ઓળખ કરી આપી. એસીડમાં ઓગાળેલા અંગો અને લોહીથી ખરડાયેલી ‘શ્રી નિવાસ’ની દિવાલોની છે આ કહાની.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

19 વર્ષ પહેલા એટલે કે બે દાયકા પહેલાંના એક સામાન્ય દિવસની સવાર હતી. હજુ સૂરજના કિરણો રાજકોટ-મોરબી હાઇવેના આસ્ફાલ્ટના રોડ પર પથરાયાં નહોતા. મોરબીથી સિરામિકનો માલ ભરી આવતી કેટલીક ટ્રકો રોડની સાઇડમાં આવેલી ચાની કીટલીઓ પર રોકાઇ હતી, ખુશનુમાં સવાર એક વિચિત્ર ગંધથી લોકોના ભંવા ચડાવતી હતી. હાઇવે પર કોઇ જનાવર ટ્રક નીચે આવીને મરી ગયું હશે..! એવી શંકાએ કોઇ વધુ ધ્યાન આપતું નહોતું પણ થોડીવારમાં જ રસ્તે રખડતા કૂતરા લોહીથી લથબથ કોથળાઓને ચીરફાડ કરવા આમતેમ ખેંચવા લાગ્યા.

આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. લોહીથી ખરડાયેલો અને મોંઢેથી બાંધેલા કોથળાને જોઇ લોકોને શંકા ગઇ નક્કી અંદર કોઇ મૃતદેહ છે. વાત આગની જેમ વિસ્તારમાં ફેલાઇ! કૂતરાઓની ખેંચતાણથી લોહીના લીસોટા રોડની ધૂળ સાથે જાણે રેલાવા લાગ્યા હતા. કહેવાય છે કે, તમાશાને તેડું ન હોય! પોલીસ આવે તે પહેલા તો લોકો કોથળાની આસપાસ નિશ્ચિત અંતરે અંદર શું છે? તે જોવા ઉભા રહી ગયા. થોડીવારમાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસની એક ગાડી આવી પહોંચી. અંદરથી ઉતરેલા બે-ત્રણ કોન્સ્ટેબલ પણ નાક રૂમાલથી ઢાંકતા કોથળા સુધી પહોંચ્યા. તીવ્ર દુર્ગંધ અને લોહીથી ભીના થઈને માટીવાળા થયેલા કોથળાને પોલીસકર્મીઓ પણ અડવા નહોતા માંગતા. તેણે ટોળામાંથી એક મજૂર જેવા દેખાતા યુવકને બોલાવ્યો અને કડક અવાજે સૂચના આપી ‘ખોલ આને..!’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શરીરે દુબળો એવો શરીરે માત્ર ગંજી અને પેન્ટ પહેરેલો કોઇ ટ્રકનો ક્લિનર પોલીસ અને સેંકડો લોકોની ભીડ વચ્ચે ધીમા પગે આગળ આવ્યો અને કોથળાને બાંધેલી કાથી ખોલવા લાગ્યો. કોથળો ખુલતા જ જાણે વીજ કરંટનો જાટકો લાગ્યો હોય તેટલી ઝડપે તે મજૂર ચાર ડગલા પાછો ખસી ગયો. કાથી ખુલતા જ કોથળો ઢળી પડ્યો અને અંદરથી કપાયેલા માનવ અંગો કોથળામાંથી રીતસર ઢોળાઇને રોડ પર પડ્યાં. સવારનો સન્નાટો વિચિત્ર હતો. બે ઘડી તો જોનારા પણ ધ્રુજી ઉઠ્યા ને હવે માહોલ વધુ ગંભીર બની ગયો.

એક કોન્સ્ટેબલે ભીડને દૂર ખસેડવાનું શરૂ કર્યું. બીજાએ પોતાની ગાડીમાં લાગેલા વાયરલેસ સેટ પરથી પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપ્યો. હાઇવે પરનો ટ્રાફિક પણ સિંગલ રોડ પર ડાઇવર્ટ કરાયો અને એક તરફનો રસ્તો પોલીસ જીપ અને ખાલી પીપની આડશ મુકી બંધ કરી દેવાયો. જેથી પુરાવાને કોઇ નુકશાન ન થાય.

કચ્છમાં લાપતા બાળક અને મહિલાઓને શોધતી પોલીસને અંદાજો ન હતો કે આ ઘટના કેટલી ગંભીર છે.!

એટલામાં પોલીસ અધિકારીઓની ગાડીઓ સ્થળ પર આવવા લાગી. રાજકોટ ગ્રામ્યના ડીએસપી અજય તોમરથી માંડીને સ્થાનિક અધિકારીઓ દોડી આવ્યાં. FSLની ટીમ પણ બોલાવી અને આસપાસના રોડને કોર્ડન કરી લેવાયો. સવારના લગભગ દસેક વાગી ગયા હતા. FSLની ટીમને સાથે રાખી પોલીસે પંચનામુ શરૂ કર્યું. કોથળામાંથી કપાયેલા જે માનવ અંગ નિકળ્યાં તે એક મહિલા અને બે બાળકોના હતા.

“ટ્રીપલ મર્ડર” કેસની ઘટના હતી. ત્રણ-ત્રણ વ્યક્તિના માનવ અંગ કોથળામાં હાઇવે પર ફેંકાયાની ઘટના બીજા દિવસે રાજકોટ સહિત રાજ્યભરના અખબારોમાં પ્રસિદ્ધ થઈ. પોલીસે જે દિશામાં તપાસ શરૂ કરી તે અંગે અખબારોએ પહેલેથી જ સવાલો ઉઠાવ્યાં હતા. મૃતકો કોણ છે? હત્યા ક્યાં થઈ? શરીરના બીજા અંગો ક્યાં? આ જ બધા સવાલોના જવાબ પોલીસને પણ શોધવાનાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બે દાયકા પહેલા મોબાઇલ ફોનનું એ ચલણ નહોંતુ કે ન તો સીસીટીવી ફૂટેજ હતા. ત્યારની પોલીસ માટે માત્ર હ્યુમન ઇન્ટેલીજન્સ એક માત્ર રસ્તો હતો. હાઇવે પર માનવઅંગો ફેંકતા જોનાર કોણ? અહીં બાતમીદાર શોધવો પણ પોલીસ માટે મુંઝવણ ભર્યું કામ હતુ. બીજી તરફ દિવસો વિતવા લાગ્યા હતા. રોજે રોજ અખબારોમાં પોલીસ પર નિષ્ફળતાના નામે માછલા ધોવાવા લાગ્યા.

રાજકોટ- મોરબી હાઇવે પરથી માનવ અંગ ભરેલો કોથળો મળ્યો હોય પોલીસે હવે તપાસ છેક કચ્છ સુધી લંબાવી. આ જિલ્લાઓમાંથી લાપતા થયેલી મહિલા અને બાળકોના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસને આશંકા હતી કે, કચ્છમાં હત્યા કરીને ટ્રકમાંથી કોથળો ફેંકાયો છે. આખા ક્ચ્છમાં લાપતા મહિલા અને બાળકની શોધખોળ શરૂ કરાઈ પણ પોલીસ જે માની રહી હતી તેનાથી આ ઘટના વધુ ગંભીર અને દિશા પણ અલગ હતી. આ ઘટના હજુ  આખા ગુજરાતમાં હાહાકાર મચવાનો બાકી હતો. એક ખૌફનાક હત્યાકાંડ અને લોહી નીતરતી દિવાલો પણ આરોપી જેલમાં રીબાઈને મરે તે માટે સુકાઇ નહોતી. (ક્રમશ:)

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article