ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લવાયો, પૂજારીને બોરસદની કોર્ટમાં રજુ કરાયો

|

Jul 19, 2021 | 10:49 PM

ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જેને બોરસદની કોર્ટમાં રજુ કરાયો. બોરસદમાં એક ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. રવિ પૂજારીએ એક વેપારીને ધમકી આપીને ખંડણી માગી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લવાયો, પૂજારીને બોરસદની કોર્ટમાં રજુ કરાયો
RAVI PUJARI

Follow us on

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદના ફાયરીંગ કેસમા બેંગ્લોરથી અમદાવાદ ક્રાઈમ લાવી  છે. રવિ પૂજારી સહીત તેના શુટરો અને સાગરીતો સામે વર્ષ 2017માં બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોરથી ટ્રાન્જીટ રિમાન્ડના આધારે લાવી છે. જે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાંચ લાવવામાં આવ્યો અને કાલે બોરસદની કોટમાં રજુ કરવામાં આવ્યો છે. બોરસદ કોર્ટ પ્રથમ વખત રાત્રે ખુલી રહી હતી. ગેંગસ્ટર રવિ પૂજારી પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. વર્ષ 2017માં ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી.

જે ગુનામા અગાઉ રવિ પૂજારીના શાર્પશુટર સુરેશ પિલ્લાઈ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી.આ ગુનામા ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો. કુલ 6 લોકો સામે બોરસદમા ફાયરીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જે ગુનામા રવિ પૂજારીની ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર કેસમાં અત્યાર સુધીમા કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. અને અન્ય આરોપી કે જેમાં રવિ પૂજારી પણ ફરાર હતો. જોકે ક્રાઈમ બ્રાંચને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે રવિ પૂજારીની કસ્ટડી મેળવી છે. જેના આધારે બોરસદ કેસમાં તેની પુછપરછ કરવામાં આવશે. સમગ્ર કેસમાં હકિકત એ પણ સામે આવી હતી કે સુરેશ પિલ્લાઈને સુરેશ અન્ના નામના વ્યક્તિએ રવિ પૂજારી સાથે સંપર્ક કરાવ્યો હતો. અને બન્ને આરોપી બરોડા જેલમા ભેગા થયા હતા.

મહત્વનુ છે કે રવિ પૂજારી વિરુદ્ધ અમદાવાદ અને રાજ્યભરમા કુલ 30 જેટલા ગુના નોંધાયા છે. પરંતુ જે પ્રમાણે કોર્ટે આદેશ કર્યો છે કે, રવિ પૂજારીની ધરપકડ માત્ર બોરસદના ગુનામા થશે. અન્ય કોઈ કેસની પુછપરછ પણ ક્રાઈમ બ્રાંચ કરી શકશે નહી.

 

 

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

 

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Published On - 4:29 pm, Mon, 19 July 21

Next Video