અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઓટોરિક્ષા (Auto rickshaw)અને ટુ-વ્હીલરની (Two-wheeler) ચોરી કરતા બે રીઢા ચોર (Thief) ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ઝડપી લીધા છે. આરોપીઓ અમદાવાદથી ચોરી કરેલા વાહન સુરત અને હળવદ વેચી દેતા હતા. આરોપીઓ 36થી વધુ વાહન ચોરીને અંજામ આપ્યો છે.
ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં આવેલા બંને આરોપીના નામ છે. ઇન્દ્રજીત ટાંક અને લાલુ રામ મીના. બંન્ને રીઢા ચોર અન્ય બે સાગરીતો સાથે મળીને અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં 36 જેટલા વાહન ચોરીને અંજામ આપ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી તેની પાસેથી ચોરીના 8 ઓટોરિક્ષા અને 3 બાઇક સાથે 4 લાખ 70 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્ક કરેલ ઓટોરિક્ષા અને ટુ-વ્હીલરને ડુપ્લીકેટ ચાવીથી લોક તોડી ચોરી કરતા હોય છે. ચોરી કરેલા વાહનો અમદાવાદ બહાર ખાસ કરીને સુરત તથા હળવદ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા. જોકે ચાર મહિનામાં 34 જેટલા વાહનો ચોરી કરી હતી. પકડાયેલ આરોપી રીઢા ગુનેગાર છે જે મોજશોખ કરવા માટે વાહનની ચોરીના ગુનાને અંજામ આપે છે.
ક્રાઇમ બ્રાંચે બે આરોપી ધરપકડ કરી છે. પરંતુ વાહન ચોરી કરનારા અન્ય સાગરીતો પકડવા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારમાં કેટલા વાહન ચોરીને અંજામ આપ્યો છે કે કેમ ? તથા આ ગેંગમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ડ્રગ્સ વેપલાનો પર્દાફાશ
ગુજરાતમાં ડ્રગ્સના(Drugs)વધેલા ગેરકાયદે વેપાર વચ્ચે અમદાવાદથી એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યકિતની ધરપકડ કરી છે. જેમાં અમદાવાદમાં દિન પ્રતિદિન યુવાધન નશીલા પદાર્થોના રવાડે ચડી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ એસઓજી(SOG)એ 60.700 ગ્રામ મેફેડ્રોન દ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. એસ.ઓ.જી પોલીસે ઝડપેલા 60.700 ગ્રામ જેની કિંમત રૂપિયા 6,07,000 થાય છે સાથે જ બીજી ચીજ વસ્તુઓ મળી કુલ 11,29,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આ પણ વાંચો :Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું
Ahmedabad : કોરોના બાદ સરકારી યોજનાઓનો લાભ લેનારની સંખ્યામાં વધારો થયો