Crime: 75 વર્ષીય વૃદ્ધાએ રાત્રે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સવારે ઝાડ સાથે લટકતો મળ્યો આરોપી વૃધ્ધનો મૃતદેહ, પોલીસ પણ અસમંજસમાં

|

Oct 28, 2021 | 2:55 PM

જ્યારે વૃદ્ધ મહિલા દેવીરામ સાથે ઘરની બહાર થોડે દૂર પહોંચી, ત્યારે દેવીરામે તેને દેવ મહારાજની હોટલની પાછળ લઈ ગયો, પીડિતાને નીચે ધકેલી દીધી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.

Crime: 75 વર્ષીય વૃદ્ધાએ રાત્રે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સવારે ઝાડ સાથે લટકતો મળ્યો આરોપી વૃધ્ધનો મૃતદેહ, પોલીસ પણ અસમંજસમાં
રચનાત્મક ફોટો

Follow us on

Crime: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના શાજાપુરમાં 75 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે (Old Woman Rape). પરંતુ પોલીસ આ કેસમાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ આરોપીનો મૃતદેહ ફાંસો (Accused Death) સાથે લટકતો મળી આવ્યો હતો. તે જ રાત્રે પીડિત મહિલાએ મૃતક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જો કે, બુધવારે સવારે શાજાપુર જિલ્લાના ઉગલી ગામમાં મંદિરની પાસે એક ઝાડ પર 65 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યું કે મંગળવારે રાત્રે એક દિવસ પહેલા ગામની 75 વર્ષીય મહિલાએ મૃતક સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.

મહિલાને ઘરેથી બહાર લઈ ગયો હતો દેવી રામ
શુજાલપુર સિટી પોલીસ સ્ટેશન હેઠળના ગામ ઉગલીમાં 75 વર્ષની એક મહિલાએ પોલીસને જણાવ્યું કે લગભગ 7 વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હતું. ત્રણેય પુત્રીઓના લગ્ન બાદ તે ઉગલી ગામમાં પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. મંગળવારે મહિલા તેના પુત્ર અને પુત્રવધૂ સાથે ગામમાં તેના ઘરે હતી. ત્યાર બાદ સાંજે 5 વાગ્યાના સુમારે ગામમાં રહેતો 65 વર્ષીય દેવી ઉર્ફે દેવીરામ અહિરવાર ઘરે આવ્યો હતો અને તેને જમવા માટે થઈને ઘરેથી બહાર જવા માટે કહ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મંદિર પાસે ઝાડ પર લટકતી મળી લાશ
જ્યારે વૃદ્ધ મહિલા દેવીરામ સાથે ઘરની બહાર થોડે દૂર પહોંચી, ત્યારે દેવીરામે તેને દેવ મહારાજની હોટલની પાછળ લઈ ગયો, પીડિતાને નીચે ધકેલી દીધી અને તેની સાથે બળાત્કાર કર્યો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે મંગળવારે રાત્રે 9 વાગ્યે દેવીરામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સવારે પોલીસને માહિતી મળી કે ગામમાં જ એક મંદિર પાસે ઝાડ પર એક લાશ લટકેલી છે. જેની ઓળખ ગામના જ દેવીરામ તરીકે થઈ હતી. ફાંસો લગાવેલી જગ્યા અને અગાઉ બળાત્કારની ઘટના સ્થળ વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોવાના કારણે આ ઘટના અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ : આજે પુષ્ય નક્ષત્રનું શુભ મુહૂર્તમાં ખરીદીનો માહોલ, બજારમાં લોકોની ભીડ ઉમટી

આ પણ વાંચો: કાશ્મીરની આજુબાજુ રહેલા આતંકી સંગઠનોને મદદ કરી શકે છે તાલિબાની સરકાર, પેંટાગને કહ્યું- ભારતે રહેવું પડશે એલર્ટ પર

Next Article