Chhotaudepur: બોડેલીના પાટિયા ગામથી ઝડપાયો મુન્ના ભાઈ, દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યુ
બોગસ ડોક્ટર આનંદ કુમાર

Chhotaudepur: બોડેલીના પાટિયા ગામથી ઝડપાયો ‘મુન્ના ભાઈ’, દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યુ

| Edited By: | Updated on: Jun 02, 2021 | 5:53 PM

કોઇ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર એલોપેથી દવાથી સારવાર કરતો હતો. આરોપી બોગસ ડોક્ટર આનંદ કુમાર છેલ્લા અઢી વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો.

CHHOTA UDEPUR : કોરોના મહામારીની આફતને અવસરમાં બદલવા ઘણા ઝોલાછાપ ડોક્ટરો (bogus doctor) નો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગે છે. કારણ કે ઠેર ઠેર જગ્યાએ આવા નકલી ડોક્ટરો પોતાની દવાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. કોઈ પણ ડિગ્રી કે કોઈ પણ અન્ય લાયકાત વગર દર્દીઓની સારવાર કરીને મોટો ગુન્હો તો કરતા જ હોય છે પણ, સાથે સાથે દર્દીઓના સ્વાસ્થય સાથે પણ રમત રમતા હોય છે. આવા જ એક બોગસ ડોક્ટરની SOG પોલીસે ધરપકડ કરી છે.

દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડા કરતા આવા જ નકલી  ‘મુન્ના ભાઈ’ ની છોટાઉદેપુરના બોડેલીના પાટિયા ગામથી પોલીસે ધરપકડ કરી છે. આ ડોક્ટર પણ આફતને અવસરમાં બદલવા માટે ગરીબ અબુધ દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડા કરતો હતો.

કોઇ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર એલોપેથી દવાથી સારવાર કરતો હતો. આરોપી બોગસ ડોક્ટર આનંદ કુમાર છેલ્લા અઢી વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાના ગામડાઓ અને ખાસ કરીને આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં આવા ઝોલાછાપ ડોક્ટરો વધુ જોવા મળે છે.

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતમાં પ્રથમવાર કોરોના દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી થકી સારવાર અપાઇ

 

Follow Us