Mumbai: જાણીતા ડાયમંડ વેપારી અને ફિલ્મ નિર્માતા ભરત શાહના પૌત્ર યશ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ 

|

May 11, 2021 | 7:10 PM

Mumbai: ફિલ્મ નિર્માતા અને જાણીતા ડાયમંડ વેપારી ભરત શાહના પૌત્ર યશ મેહતાની મુશ્કેલી વધી રહી છે. યશ મહેતા સામે આખરે દોઢ વર્ષ પહેલા નોંધાયેલી FIR માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Mumbai: જાણીતા ડાયમંડ વેપારી અને ફિલ્મ નિર્માતા ભરત શાહના પૌત્ર યશ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ 
ભરત શાહ, ફાઇલ ફોટો

Follow us on

Mumbai: ફિલ્મ નિર્માતા અને જાણીતા ડાયમંડ વેપારી ભરત શાહના પૌત્ર યશ મેહતાની મુશ્કેલી વધી રહી છે. યશ મહેતા સામે આખરે દોઢ વર્ષ પહેલા નોંધાયેલી FIR માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઇના ગામદેવી વિસ્તારમાં એક પબમાં મોડી રાત્રે હિંસક ઘટનામાં સંકળાયેલા હોવાને કારણે FIR નોંધાઈ હતી. આ ચાર્જશીટમાં મુજબ ગામદેવીના પોલીસ ઇન્સ્પેક્ટર અનુપ ડાંગે પર તત્કાલીન DG, Anti Corruption Bureau- પરમ બીરસિંહે દબાણ નાખ્યું હતું અને કાર્યવાહી ટાળી હતી.

આરોપ છે કે પરમબીરસિંહે યશ મહેતા સામે ચાર્જશીટ દાખલ કરવાનું ટાળ્યું હતું. આ કેસ વિવાદસ્પદ હતો કારણ કે આ મામલો નોંધાવતા ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનુપ ડાંગેને, પરમ બીરસિંહ મુંબઈ પોલીસ કમિશનર બન્યા બાદ સસ્પેન્ડ કાવામાં આવ્યા હતા. પરમબીરસિંહ જ્યારે મુંબઈ પોલીસ કમિશનર હતા. ત્યારે યશ મહેતા સામે કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા


શું છે મામલો ?

ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર આર રાજભરે જણાવ્યા મુજબ આ મામલે સાત વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ થઈ છે. આમાં યશ મહેતા, તેના બે મિત્રો, ત્રણ અન્ય લોકો જેની સાથે બોલાચાલી થઈ અને જીતુ નવલાની શામેલ છે. આરોપીઓ સામે આઈપીસીની કલમ 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવવામાં અવરોધ કરતા) સાથે અન્ય કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

 

આ ઘટના 22 નવેમ્બર, 2019 ના રોજ જીતુ નવલાનીની માલિકીની પબ ‘ડર્ટી બન્સ સોબો’ ની બહાર બની હતી. ડેંગેએ આરોપ લગાવ્યો હતો કે મોડી રાત હોવા છતાં નવલાનીએ પબ બંધ કરવાની ના પાડી હતી અને તત્કાલીન ડીજી એન્ટી કરપ્શન બ્યુરો પરમ બીરસિંહ સાથે સારા સંબંધો હોવાનો દાવો કર્યો હતો. તે જ સમયે, પબની એલિવેટરમાં પોલિસ સાથે તેમની ઝપાઝપી થઈ હતી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લડતમાં ભાગ લેનારા યુવકોએ કન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. ડાંગેએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે બોલાચાલીમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નવલાનીએ તેને આવું કરતા રોકી દિધો હતો. 

 

પોલીસ ઇન્સ્પેક્ટર અનુપ ડાંગેએ તે સમયે કાર્યવાહી કરી હતી, પરંતુ આરોપ છે કે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ના તત્કાલીન ડાયરેક્ટર જનરલ પરમ બીરસિંહે તેને રોકવા માટે ડાંગે પર દબાણ બનાવ્યું હતું. ડાંગેએ આ દબાણ સામે કેસ દાખલ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરમ્બીરસિંહે મુંબઇના પોલીસ કમિશનર બન્યા બાદ ડાંગેને સસ્પેન્ડ કરી દીધો હતો.પરમબીરસિંહ જ્યારે મુંબઈ પોલીસ કમિશનર હતા ત્યારે યશ મહેતા સામે કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હતી. હવે દોઢ વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.


પરમબીર સિંહ નું અન્ડરવર્લ્ડ કનેક્શન ? શું છે અનુપ ડાંગેના આક્ષેપો ?

ગાવદેવી પોલીસ સ્ટેશનમાં કાર્યરત રહેલા અનુપ ડાંગેએ અગાઉ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહ પ્રધાનને પત્ર લખીને પરમબીર સિંહ પર અન્ડરવર્લ્ડ અને ભ્રષ્ટાચાર સાથે મિત્રતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અનુપ ડાંગેના જણાવ્યા અનુસાર, 2019 માં ગાવદેવીના એક પબ પર દરોડા દરમિયાન, પબના માલિક જીતુ નિવલાનીએ પરમબીર સિંહ સાથે સારા સંબંધ હોવાની ધમકી આપી કાર્યવાહી રોકવા કહ્યું હતું. તે સમયે યશ મેહતા પણ તેની સાથે હતો અને તેઓએ પોલિસ કાર્યાહી રોકવાના પ્રયાસ કર્યા હતા.

અનુપ ડાંગેએ દાવો કર્યો હતો કે સંબંધિત ઉદ્યોગપતિ વિરુદ્ધ કેસ નોંધાવવા ખાતાકીય કાર્યવાહી કરતી વખતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અનુપ ડાંગેના જણાવ્યા અનુસાર પબ માલિકના કહેવા પર તેને પરમિબીર સિંહે સસપેંડ કર્યો હતો.

પરમબીરસિંહે કરી રૂપિયા 2 કરોડની માંગ ?

પોલિસ સૂત્રો પ્રમાણે પરમબીર સિંહ અંડરવર્લ્ડમાં કેટલાક ગુંડાઓ ગોઠવવાનો હવાલો સંભાળતા હતા. અનુપ ડાંગેએ આરોપ લગાવ્યો હતો કે તે ક્રાઈમ બ્રાંચ સાથે કામ કરે છે. ડાંગેએ એવો દાવો પણ કર્યો હતો કે પરમબીર સિંહે તેમને નોકરી પર પરત રાખવા માટે 2 કરોડની માંગ કરી હતી.

Next Article