લાંચની માંગણી કરવા બદલ GAILના માર્કેટિંગ ડિરેક્ટર સામે CBI એ નોંધી FIR, 8 સ્થળો પર દરોડા

|

Jan 15, 2022 | 10:19 PM

આ કેસમાં, દિલ્હીના બે લોકોએ કથિત રીતે વચેટિયાની ભૂમિકા ભજવી હતી જેમની પાસેથી જાહેર ક્ષેત્રની કંપની GAILના ડિરેક્ટર (માર્કેટિંગ) દ્વારા લાંચ માંગવામાં આવી હતી.

લાંચની માંગણી કરવા બદલ GAILના માર્કેટિંગ ડિરેક્ટર સામે CBI એ નોંધી FIR, 8 સ્થળો પર દરોડા
પ્રતિકાત્મક ફોટો

Follow us on

CBI એ કથિત લાંચના કેસમાં જાહેર ક્ષેત્રની કંપની GAILના ડિરેક્ટર (માર્કેટિંગ) ES રંગનાથન (ES Ranganathan, Director (Marketing) of GAIL) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે રંગનાથનના ઘર તેમજ દિલ્હી-એનસીઆરમાં તેમના 8 સ્થળો પર દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. એવો આરોપ છે કે રંગનાથને ગેઇલ દ્વારા પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપવા માટે વચેટિયા પાસેથી લાંચ (Bribe) ની માંગણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના બે લોકોએ કથિત રીતે વચેટિયાની ભૂમિકા ભજવી હતી, જેમની પાસેથી લાંચ માંગવામાં આવી હતી.

આ પહેલા ગુરુવારે સીબીઆઈએ દિલ્હી ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (DSIIDC) લિમિટેડના એક વરિષ્ઠ મેનેજર અને એક વચેટિયાની રૂ. 1.70 લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે DSIIDCના વરિષ્ઠ મેનેજર એસકે સિંઘ અને વચેટિયા સુભાષની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ ફરિયાદી વેપારી પાસેથી લાંચ લેતા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વેપારીએ જણાવ્યું હતું કે તે દિલ્હીના મંગોલપુરીમાં DSIIDC દ્વારા ફાળવવામાં આવેલા શેડમાં ક્રીમ સેપરેટર મશીન બનાવવાનો વ્યવસાય કરે છે અને આરોપીએ તેના કથિત અતિક્રમણ પર કાર્યવાહી ન કરવા માટે લાંચની માંગણી કરી હતી. સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ કહ્યું, “એવો આરોપ છે કે જાહેર સેવકે ફરિયાદી પાસેથી તેના શેડને કથિત અતિક્રમણ તરીકે સીલ ન કરવા માટે લાંચની માંગણી કરી હતી અને તેને કરોલ બાગમાં એક વ્યક્તિ (વચેટિયા) ને લાંચની રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.”

અધિકારીઓએ કહ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રથમ નજરે આરોપો સાચા સાબિત થયા હતા. તેમણે કહ્યું કે આરોપી કરોલ બાગમાંથી રંગે હાથે ઝડપાયો હતો. જોશીએ કહ્યું, “દિલ્હીમાં આરોપીઓના ઘરની શોધ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓને આવતીકાલે દિલ્હીની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Next Article