Mehsana: ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક, એક જ રાતમાં 6 ફેક્ટરીઓમાં કરી તસ્કરી, જુઓ CCTV દ્રશ્યો

|

Oct 18, 2021 | 7:00 AM

Mehsana: મહેસાણામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ વધુ સક્રિય બની છે. હાઈવે પરણી ફેકટરીઓમાં અવાર-નવાર આવી ઘટના સાંભળવામાં આવે છે. ત્યારે કે જ રાતમાં ચાર ફેક્ટરી અને એક ફાર્મહાઉસમાં આ ગેંગે આતંક મચાવ્યો.

મહેસાણા (Mehsana) હાઈ-વે પરની ફેક્ટરીમાં (factories) મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા. ચડ્ડી બનિયાનધારી ગેંગના પાંચથી વધુ સભ્યોએ 6 કંપનીઓમાં ચોરીને (Robbery) અંજામ આપ્યો. સૂરજ સ્ટીલ મિલ, શિવ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક, અનમોલ ઈન્ડસ્ટ્રીઝ અને લ્યુમેન ફાર્મા કંપનીમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા  છે. તો વહાણવટી ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ બંદૂકની ચોરી કરી હતી. આ ચોરી અંગેની જાણ થતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ અનુસાર મહેસાણા બાયપાસ રોડ (Mehsana Bypass road) પર આ ગેંગે ગુનો આચર્યો. સુવિધા સર્કલ પાસે આવેલી ચાર ફેક્ટરી અને એક ફાર્મહાઉસમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે 3.14 લાખની મતાની ચોરી કરી હતી. જેના દ્રશ્યો પણ CCTV માં કેદ થયા છે. સુરજ રોલીંગ મીલ નામની ફેક્ટરીમાં શુક્રવારે આ ટોળકી જતા બે મજૂરો જાગી ગયા હતા. ત્યારે આ ગેંગના માણસોએ મજુરોને માર મારીને ભાગી ગયા હતા. મજૂરોએ બૂમરાણ કરી ડેટા અન્ય મજૂરો જાગી ગયા હતા અને ગેંગ ભાગી ગઈ હતી.

ત્યાર બાદ ગેંગે વહાણવટી ફાર્મ હાઉસમાંથી બંદૂક અને બે મોબાઈલ ફોનની તસ્કરી કરી. જણાવી દઈએ કે ફાર્મ હાઉસમાં રાખેલી બંદૂક ખેતીપાકના રક્ષણની હતી. આ સાથે તેઓએ અન્ય ફેક્ટરીમાં પણ ચોરી કરી હતી. માહિતી અનુસાર કુલ 3.14 લાખના મુદ્દામાલ ચોરીને આ ગેંગ રફુચક્કર થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: અમદાવાદીઓ ઝેરી શાકભાજી આરોગતા પહેલા ચેતી જજો! જાણો સાબરમતીના કેમિકલયુક્ત પાણીનો આ અહેવાલ

આ પણ વાંચો: Lakhimpur Khiri Violence: 147 વીડિયોની સમીક્ષા કરી રહી છે તપાસ ટીમ, હિંસાથી જોડાયેલી કડીઓ શોધવાના પ્રયાસો તેજ

Next Video