Mumbai Crime: ‘ખરાબ ઈરાદા વગર માત્ર ગાલના સ્પર્શને જાતીય સતામણી ગણી ન શકાય’ : બોમ્બે હાઇકોર્ટે, આરોપીને આપ્યા જામીન

|

Aug 30, 2021 | 2:08 PM

આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, વ્યવસાય સંબંધિત વિવાદના કારણે આરોપીને ફસાવવામાં આવી રહ્યો છે.

Mumbai Crime: ખરાબ ઈરાદા વગર માત્ર ગાલના સ્પર્શને જાતીય સતામણી ગણી ન શકાય : બોમ્બે હાઇકોર્ટે, આરોપીને આપ્યા જામીન
Bombay High Court

Follow us on

Mumbai Crime : છોકરીના ગાલને સ્પર્શ કરવા બદલ પકડાયેલા આરોપીને બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે સગીર છોકરીના ગાલને જાતીય ઈચ્છા કે ઈરાદા વગર સ્પર્શ કરવો એ (Protection of Children From Sexual Offences- POCSO) પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી નથી. સંબંધિત વ્યક્તિ જુલાઈ 2020થી કસ્ટડીમાં હતો. જસ્ટિસ કે. શિંદેની ડિવિઝન બેન્ચ સમક્ષ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી.

જસ્ટિસ કે. શિંદેએ કહ્યું, “હું માનું છું કે પોક્સો એક્ટની કલમ 7 હેઠળ, કોઈ પણ જાતીય ઈચ્છા અથવા ઈરાદા વગર ગાલ પર હાથ લગાવવો એ દુરાચાર (Sexual Assault) નથી.” 46 વર્ષીય આરોપીની ચિકનની દુકાન છે. તેના પર 8 વર્ષની બાળકીના ગાલને સ્પર્શ કરવાનો આરોપ છે. બાળકીની માતાએ તેની વિરુદ્ધ થાણે જિલ્લાના રાબોડી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

આ અંગે જસ્ટિસ શિંદેએ કહ્યું હતું કે, “અત્યાર સુધીની તપાસ એ સૂચવતી નથી કે આરોપીએ જાતીય ઈચ્છાથી છોકરીના ગાલને સ્પર્શ કર્યો હતો.”

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સેક્સનો ઈરાદો કે ઈચ્છા જોવી જરૂરી, માત્ર ગાલને સ્પર્શ કરવો સેક્સુયલ એસોલ્ટ નથી

પોક્સો એક્ટની કલમ 7 મુજબ, સેક્સના ઈરાદાથી બાળકના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવો અથવા તેની પાસે પોતાના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરાવવો એ સેક્સ્યુઅલ એસોલ્ટ માનવામાં આવે છે.

કોર્ટમાં આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, વ્યવસાય સંબંધિત વિવાદના કારણે આરોપીને ફસાવવામાં આવી રહ્યો છે. જસ્ટિસ શિંદેએ તમામ દલીલો અને પુરાવા ધ્યાનમાં લીધા બાદ આરોપીને જામીન આપ્યા હતા. પરંતુ સ્પષ્ટ કર્યું કે તેમની ટિપ્પણી માત્ર જામીન આપવા સુધી મર્યાદિત હતી. તે ટ્રાયલ અથવા અન્ય કાર્યવાહીને અસર કરશે નહીં.

છોકરીની માતાનો શુ છે આરોપ ?

બાળકીની માતાએ આરોપ લગાવ્યો હતો કે મરઘીની દુકાનના માલિકે ઈશારો કર્યો હતો અને બાળકીને દુકાનની અંદર બોલાવી હતી. જ્યારે બાળકી દુકાનની અંદર ગઈ તો તેણે શટર બંધ કરી દીધું હતું. તે ઉપરથી આ બધું જોઈ રહી હતી. બાળકીની માતા નીચે દોડી આવી અને શટર ઉપાડ્યું અને જોયું કે આરોપી તેનો શર્ટ ઉતારી રહ્યો હતો. બાદમાં બાળકીએ પોલીસને જણાવ્યું કે આ દરમિયાન તે વ્યક્તિએ તેના ગાલ પર કિસ કરી હતી.

 

આ પણ વાંચો: Krishna Janmashtami 2021 : PM મોદીએ દેશવાસીઓને આપી જન્માષ્ટમીની શુભેચ્છા, રાષ્ટ્રપતિએ કહ્યુ ” આ તહેવાર દરેકના જીવનમાં સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે “

આ પણ વાંચો: Ahmedabad : Irctc નો મુસાફરોને આકર્ષવાનો નવતર પ્રયોગ, ચાલુ તેજસ ટ્રેનમાં શરૂ કર્યું બર્થ ડે સેલિબ્રેશન, તો લકી ડ્રો મારફતે મુસાફરને ગિફ્ટ અપાશે

Next Article