Maharashtra: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર માતા-પુત્રીની જોડી જોહાનિસબર્ગથી ભારત આવી હતી. હાલ તેમની પાસેથી 4.95 કિલો હેરોઈન જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરીછે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરવામાં આવેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. અહેવાલો અનુસાર આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. થોડા દિવસો પહેલા ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ગુજરાતના મુંદ્રા બંદરેથી આશરે 3000 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
મળતી માહિતી અનુસાર કતાર એરલાઈન્સમાં (Qatar Airlines) મુસાફરી કરતી આ માતા-પુત્રીની જોડી જોહાનીસબર્ગથી મુંબઈ આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને માતા અને પુત્રી ફેફસાના કેન્સરની સારવારના નામે ભારત દેશમાં આવ્યા હતા. આ દરમિયાન આ તસ્કરોએ હેરોઈનને ટ્રોલી બેગમાં સંતાડી રાખ્યું હતું. પરંતુ કસ્ટમ અધિકારીઓની (Custom Officers) કામગીરી દ્વારા આ તસ્કરોનો પર્દાફાશ થયો.
નોંધનીય બાબત એ છે કે કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને તસ્કરોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે હેરોઈન ભારતમાં લાવવા માટે આ તસ્કરોને ટ્રીપ દીઠ 5 હજાર ડોલર આપવામાં આવતા હતા. હાલ, બંને આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે તેમને 5 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલવા આદેશ કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે કસ્ટમ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં DRIએ ગુજરાતના મુન્દ્રા એરપોર્ટ પર બે કન્ટેનરમાંથી 2,922.22 કિલો હેરોઈન પકડ્યુ હતુ. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને કેટલાક અફઘાન નાગરિકોની (Afghan Civilian) પણ તપાસ કરવામાં આવી રહી છે. DRIને આ કન્સાઈનમેન્ટ સંબંધિત ગુપ્ત માહિતી મળી હતી. બાદમાં એજન્સીએ શંકાના આધારે આ બે કન્ટેનરને અટકાવ્યા હતા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરની શોધખોળ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની થશે મુલાકાત, બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યુ જોર
આ પણ વાંચો: ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં