Bharuch : કાંકરિયા ધર્માતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી, અત્યારસુધી કુલ 10ની ધરપકડ

|

Dec 16, 2021 | 5:07 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પૈકીના અઝીઝે 14 લાખના ખર્ચે ઈબાદતગાહ બનાવ્યું હતું. અને આ માટે બહેરિનથી 7 લાખથી વધુનું ફંડીંગ આવ્યું હતું.

ભરૂચના કાંકરિયા ગામે ધર્માતરણ મામલે પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી છે. ધર્માતરણ મામલે કુલ 10 લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પૈકીના અઝીઝે 14 લાખના ખર્ચે ઈબાદતગાહ બનાવ્યું હતું. અને આ માટે બહેરિનથી 7 લાખથી વધુનું ફંડીંગ આવ્યું હતું. સાથે સ્થાનિક લોકો પાસેથી 7 લાખ રૂપિયાની રકમ ઉઘરાવવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દ્વારા જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢાવવા લોકોને ધાક ધમકી અને આકર્ષણ પણ આપવામાં આવતું હતું. લાલચ આપી નમાઝ પઢાવવામાં આવતી હતી. પોલીસે આ મામલે જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢાવનાર ઐયુબ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. સાથે જ સામે આવ્યું છે કે, વડોદરાના આફમી ટ્રસ્ટમાંથી ગેરકાયદે રકમ પણ મળી હોવાનો ખુલાસો થયો છે.

ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. ધર્માંતરણમાં સંડોવાયેલા 9 આરોપીઓ પૈકી ચારને પોલીસની ટીમોએ અગાઉ ઝડપી લેવામાં આવ્યા હતા.  નોંધનીય છેકે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આ કેસમાં ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વિદેશી ફંડને લઇને અનેક ખુલાસા સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચો : Vadodara: કોરોનાનો કહેર યથાવત, વધુ એક સ્કૂલ કોરોનાની ઝપેટમાં, શિક્ષિકાને કોરોના

આ પણ વાંચો : કથિત પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું સરકારને અલ્ટીમેટમ, આંદોલનની આપી ચીમકી

Next Video