ભરૂચ : આમોદના કાંકરીયા ગામે ધર્માંતરણ મુદ્દે પોલીસની કાર્યવાહી, 4 આરોપીની ધરપકડ

| Edited By: | Updated on: Nov 17, 2021 | 4:21 PM

વડોદરા એસઓજીની એસઆઇટીની તપાસમાં કેટલાક મોટા ઘટસ્ફોટ થયા છે. ધર્માંતરણ માટે સલાઉદ્દીન શેખે છેલ્લા 1 વર્ષમાં ભરૂચ જીલ્લાના 1026 સ્થળોએ 28 વખત અને ઉમર ગૌતમે 19 વખત મુલાકાત લીધી હતી.

ભરૂચના આમોદ પાસે આવેલા કાંકરીયા ગામે 37 પરિવારોના ધર્માંતરણ પ્રકરણમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. DySP એમ.પી. ભોજાણીની આગેવાનીમાં 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ કાયદાકીય મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તો બીજી તરફ ધર્માંતરણ પ્રકરણમાં ચોકાવનારા ખુલાસા થયા છે.. ધર્માંતરણ માટે વડોદરાના આફમી ટ્રસ્ટે યુકેથી મળેલા હવાલા ફંડમાંથી 15 લાખ રૂપિયા ભરૂચ મોકલ્યા હતા.

આફમી ટ્રસ્ટના સંચાલક સલાઉદ્દીને ભરૂચ અને આસપાસના સ્થળો પર 15 લાખ રૂપિયા મોકલ્યા હતા. યુકેમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાલાએ આફમી ટ્રસ્ટને હવાલાથી 80 કરોડનું ફંડ મોકલ્યું હતું. જેનો ઉપયોગ ધર્માંતરણની પ્રવૃત્તિમાં થતો હતો. જેમાં વડોદરા એસઓજીના હાથે પકડાયેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. બંનેની તપાસમાં ભરૂચમાં મોટાપાયે ધર્માંતરણ કરાયું હોવાની ટીપ મળતાં વડોદરા પોલીસે ભરૂચ પોલીસને જાણ કરી હતી.

વડોદરા એસઓજીની એસઆઇટીની તપાસમાં કેટલાક મોટા ઘટસ્ફોટ થયા છે. ધર્માંતરણ માટે સલાઉદ્દીન શેખે છેલ્લા 1 વર્ષમાં ભરૂચ જીલ્લાના 1026 સ્થળોએ 28 વખત અને ઉમર ગૌતમે 19 વખત મુલાકાત લીધી હતી. તેઓ જુદા-જુદા વિસ્તારોમાં જઈને ગુપ્ત રીતે મીટિંગો કરતા હતા. લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ અપાતી. તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ ધર્માંતરણ કરાયું હોવાનો ખુલાસો થયા બાદ વડોદરા એસઓજીની ટીમ પણ આ મુદ્દાની તપાસ માટે ભરૂચ મોકલાઇ છે. હાલમાં જ યુકેમાં રહેલા અબદુલ્લા ફેફડાવાળાને પણ પોલીસે 2 વખત હાજર થવા સમન્સ મોકલ્યું હતું પણ તે હાજર થયો ન હતો.

Published on: Nov 17, 2021 03:30 PM