Bharuch: કાંકરિયા ધર્માંતરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, મુસ્લિમોની જકાતના નાણાંનો થતો હતો ઉપયોગ

|

Nov 21, 2021 | 10:11 AM

Bharuch: ભરૂચના આમોદમાં હિન્દુ પરિવારોના ધર્માંતરણ પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં મુસ્લિમો દ્વારા અપાતી 2.5 ટકા જકાતના નાણાંનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

ભરૂચના (Bharuch) બહુચર્ચીત કાંકરિયા ધર્માંતરણ કેસમાં (Religion conversion case) પોલીસે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. રિમાન્ડમાં લેવાયેલા આરોપીની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી છે કે, મુસ્લિમો દ્વારા અપાતી 2.5 ટકા જકાતના (Zakat) નાણાંનો ઉપયોગ ધર્મપરિવર્તન માટે કરાયો હતો. આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150 થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. આ અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. તો મોટી સંખ્યામાં ગેઝેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ભરૂચના બહુચર્ચીત કાંકરિયા ધર્માંતરણ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. હિન્દુમાંથી મુસ્લિમ બનનારા લોકોની સંખ્યા વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ તપાસમાં 150થી વધુ લોકોએ મુસ્લિમ નામ ધારણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. તો ધર્મ પરિવર્તન કરનારાઓના બાળકોનો સુરતની મદરેસામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ધર્મ પરિવર્તન કરનારાઓના નામ બદલવા અંગે દસ્તાવેજ અને ગેઝેટ કબજે કર્યા છે.

 

આ પણ વાંચો: Cricket: પાકિસ્તાની મૂળનો ઇંગ્લેન્ડનો ક્રિકેટર 17 વર્ષી કિશોરીને ગંદા મેસેજ મોકલતો હતો, ટિમ પેન બાદ વધુ એક ક્રિકેટરનુ કરતૂત ખૂલ્યુ

આ પણ વાંચો: Sameer Wankhede Case: સમીર વાનખેડે સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી, નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી

Next Video