Bharuch: પત્નીની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા, અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

|

Apr 04, 2021 | 10:53 PM

Bharuch: અંકલેશ્વરના કાગદીવાડમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તાપસ હાથ ધરી છે.

Bharuch: પત્નીની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા, અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Bharuch: અંકલેશ્વરના કાગદીવાડમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તાપસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતાં હબીબ ઉલ રહેમાન કાગઝી અને તેની પત્ની સાહીનબાનુ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. આજે રવિવારના રોજ હબીબ ઉલ રહેમાને રસોડામાં રસોઈ બનાવી રહેલી તેની પત્ની સાહીન પર લોખંડની પાઈપથી હુમલો કરી દીધો હતો.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હબીબે તેની પત્નીના માથામાં લોખંડની પાઈપ મારી દેતાં તે ઢળી પડી હતી અને આખા ઓરડામાં લોહી પ્રસરી ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ હબીબ પણ મકાનના બીજા માળે ચાલ્યો ગયો હતો અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નિત્યક્રમ મુજબ પતિ આજે શાકમાર્કેટ ન પહોંચતા સાહીનના પતિએ ફોન કાર્ય હતા, પરંતુ ફોન ફોન સ્વીચ ઓફ આવતાં તેમણે કાગદીવાડમાં પહોંચી તપાસ કરતાં તેમના ઘટનાની જાણ થઈ હતી.

 

 

બનાવની જાણ થતાં શહેર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઈ ગુલામ મહંમદે પણ બંને વચ્ચે કોઈ ખટરાગ હોવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે હત્યા અને બાદમાં આત્મહત્યાના ઘટનાક્રમનું કારણ તપાસનો વિષય બન્યો છે. હત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ નહીં મળી આવતા હત્યા અને આત્માહત્યાના બનાવ અંગે રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની ગંભીરતા લઈને હત્યા અને આત્મહત્યાનું ચોક્કસ કારણ શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

આ પણ વાંચો: Amreli : ભાજપ કાર્યકરને માર મારનાર પોલીસ અધિકારી ASP અભય સોનીની ગાંધીનગર બદલી

Next Article