મેગાસ્ટાર શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) જોવા માટે ગુરુવારથી જ આર્થર રોડ જેલની બહાર ભીડ એકઠી થઈ હતી. પરંતુ આર્યન ખાનને જોવાના ચક્કરમાં ઓછામાં ઓછા દસ લોકોના ખિસ્સા કપાયા હતા. લાઈવ લો ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ ઘટના આર્થર રોડ જેલની બહાર બની હતી. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ગુરુવારે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) આર્યન ખાનને જામીન આપ્યા છે. ઘણા લોકોની નજર આ નિર્ણય પર હતી.
આર્યન ખાન શનિવારે સવારે 11: 02 વાગ્યે આર્થર રોડ જેલથી નીકળ્યો હતો અને 11:34 વાગ્યે તેના ઘરે ‘મન્નત’ પહોંચ્યો હતો. પરંતુ હાઈકોર્ટે જામીન આપ્યા બાદ આર્થર રોડ જેલ અને મન્નતની બહાર ચાહકોની ભીડ જામવા લાગી હતી. ભીડમાં ઉભેલા ચાહકોના મનમાં એક ઉત્સુકતા હતી કે આર્યન ખાન જેલમાંથી ક્યારે બહાર આવશે. બહાર આવશે તો તેમને જોવાની તક મળશે કે નહી. આ તકનો લાભ ખિસ્સા કાતરૂઓએ લઈ લીધો. ભીડમાં ઘૂસેલા કેટલાક ખિસ્સાકાતરુઓએ ઓછામાં ઓછા 10 લોકોના મોબાઈલ ફોન ગાયબ કર્યા હતા.
આર્યન ખાનની રાહ જોવામાં ચાહકો એટલા ખોવાઈ ગયા કે 10 લોકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા
શુક્રવારે આર્યન ખાનને જોવા માટે ભીડ ઉત્સાહિત હતી. આર્યન જેલમાંથી બહાર આવી શક્યો ન હતો, કેટલાક લોકોએ ભોગવવું પડ્યું તે અલગ. જ્યારે કેટલાક લોકોએ ભીડમાંથી બહાર આવીને ખિસ્સામાં હાથ નાખ્યો તો તેમને પોત પોતાનો મોબાઈલ ગાયબ જણાયો. આર્થર રોડ જેલની બહાર ઓછામાં ઓછા 10 લોકો સાથે આવી ઘટનાઓ બની હોવાના અહેવાલ છે.
જેલની બહાર આ રમત રમાય ગઈ, આર્યન ખાનની રાહ જોવામાં મોબાઈલ ખોવાઈ ગયો.
#AryanKhan pic.twitter.com/PSHlNdt7av
— Live Law (@LiveLawIndia) October 30, 2021
ગુરુવારે મુંબઈ હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી. શાહરૂખ ખાનની મિત્ર અને અભિનેત્રી જુહી ચાવલા શુક્રવારે સાંજે 23 વર્ષીય આર્યનના જામીન માટે ડ્રગ સંબંધિત કેસની સુનાવણી કરતી વિશેષ એનડીપીએસ કોર્ટમાં હાજર થઈ હતી. હાઈકોર્ટે શુક્રવારે તેના આદેશની નકલ ઉપલબ્ધ કરાવી હતી. જેમાં 14 શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પગલે આર્યન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્રણેયને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.